Home /News /gujarat /

ગાંધીનગર: સરકાર સામે શિક્ષકોએ ચડાવી બાંયો, જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન

ગાંધીનગર: સરકાર સામે શિક્ષકોએ ચડાવી બાંયો, જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન

ગાંધીનગરમાં શિક્ષકોનો વિરોધ

Gujarat latest news: નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે.

  ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના શિક્ષકો (Gujarat teachers protest for pension) જૂની પેન્શન યીજના લાગુ કરવા મામલે આંદોલન (Gujarat protest) કરી રહ્યા છે. છતાં સરકાર તરફથી કોઈ નિરાકરણ નહિ આવતા જૂની પેન્શન યોજના (pension scheme) ફરી લાગુ કરવા મુદ્દે શિક્ષકો બેનર સાથે ગાંધીનગરમાં ભેગા થયા છે. નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન: સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં ત્રણ દિવસ અગાઉ ધરણાં યોજાયાં હતાં. ત્યારે આજે સોમવારે ફરીવાર વિવિધ સંગઠનના કર્મચારીઓ સહિત શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

  2005 પછીની ભરતી માટે જૂની  પેન્શન યોજના કરાઇ હતી રદ

  રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી એપ્રિલ, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. શિક્ષક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં સાતમો પગાર પંચનો લાભ, ગ્રેડ પે,અને જૂની પેન્શન યોજના અમલી બનાવવા ઉગ્ર માંગ કરવામાં આવી. નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરો બની રહેતો હોવાની ફરિયાદ કરી છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે.

  આ પણ વાંચો - સુરતમાં શાળાના આચાર્યએ રાજીનામું આપતા વિદ્યાર્થી-વાલીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

  રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજના લાગી કરવાની જાહેરાત કરાઇ

  નોંધનીય છે કે, તાજેતરમાં રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જેને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ બુલંદ બની છે.  રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિવિધ પડતર માંગણીઓ અંગે બાંયો ચડાવી છે. ત્યારે, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે રાજ્યના 72 જેટલા કર્મચારી મંડળો એકત્ર થયા છે. એક સંયુકત્ત મોરચાની રચના કરવામાં આવી છે. જેમાં આરોગ્ય, શિક્ષણ તથા પંચાયત સહિતના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારી મંડળોની મુખ્ય પાંચ માંગણીઓ છે, જેમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના લાભો ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની સર્વિસ પણ સળંગ કરવી અને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, તેનો સમાવેશ થાય છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gandhinagar News, ગાંધીનગર, ગુજરાત, વિરોધ

  આગામી સમાચાર