Home /News /gujarat /

Russia Ukraine News: '48 કલાકથી માઇનસ 15 ડિગ્રીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ચાલી રહ્યા છે, પીવાનું પાણી છે ન ખાવાનું છે'

Russia Ukraine News: '48 કલાકથી માઇનસ 15 ડિગ્રીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ચાલી રહ્યા છે, પીવાનું પાણી છે ન ખાવાનું છે'

પોલેન્ડની તસવીર

Students at Poland Border: યૂક્રેનમાંથી નીકળી અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ 48 કલાકથી પોલેન્ડની બોર્ડર પર છે. ત્યાં માઇનસ 15 ડિગ્રી તાપમાનમાં ચાલી રહ્યા છે.

  મહેસાણા: રશિયા  (Russia Ukraine War) સાથેના યુદ્ધમાં યૂક્રેનથી મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. ગુજરાત સહિત (evacuation) ભારતના અનેક વિદ્યાર્થીઓ યૂક્રેનમાં હજુ ફસાયેલા છે. ત્યારે ભારત સરકાર દ્વારા તેમને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એરલિફ્ટ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર (Poland Border) પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ પોલેન્ડની બોર્ડર પર અટવાયા છે. મહેસાણાના કડીની વિદ્યાર્થિની ધ્રુવી પટેલ પણ ત્યાં અટવાઇ છે. ત્યાંથી ધ્રુવીએ વીડિયો મોકલી પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેણે જણાવ્યુ છે કે, 'પોલેન્ડ બોર્ડર પર હજુ ઘણા વિદ્યાર્થીઓ અટવાયા છે, અહીંથી કેટલાય લોકોને બોર્ડર ક્રોસ કરવા દેવામાં આવતી નથી.'

  'ભારતીયોને હજી બોર્ડર ક્રોસ કરવાની મંજૂરી નથી'

  ધ્રુવીના પરિવારજન, ડો. અચલ પટેલના જણાવ્યા પ્રમાણે, યૂક્રેનમાં વિદ્યાર્થીઓ 48 કલાકથી પોલેન્ડની બોર્ડર પર છે. ત્યાં માઇનસ 15 ડિગ્રી તાપમાનમાં ચાલી રહ્યા છે, તેઓ પાસે ન તો પાણી છે કે ન તો જમવાનું છે. તે આખો જંગલ વિસ્તાર છે. તેમની પાસે રહેવા માટે પણ કાંઇ નથી.

  આ પણ વાંચો - Russia Ukraine: યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને બીજું વિમાન પણ દિલ્હી પહોચ્યું, ચહેરા પર દેખાઇ ખુશી

  તેમણે વધુમાં જણાવ્યુ કે, સમસ્યા એ છે કે, યૂક્રેનની બોર્ડર પરથી ત્યાંના સ્થાનિકો અને નાઇઝિરિયાના લોકોને બોર્ડર ક્રોસ કરવાની મંજૂરી મળી છે આપણા ભારતીયોને હજી આ મંજૂરી મળી નથી. જેથી મારી સરકારને એક જ અપીલ છે કે, ત્યાં જે પણ સમસ્યા હોય તે જલ્દીમાં જલ્દી સોલ્વ થાય. પોલેન્ડમાં તેમને આસરો આપવામાં આવે. તેમની પાસે મોબાઇલમાં પણ હવે બેટરી નથી કે કોઇનો સંપર્ક કરી શકે ન તો કોઇ ખાવાપીવાની વસ્તુ છે.  'પરિવારોમાં ઘણી જ ચિંતા છે'

  તેમણે વધુમાં જણાવ્યુ કે, અહીં મારી સાથે અન્ય પરિવારો પણ છે. જેમાં અનેક એવા પણ છે જે ચિંતામાં બેથી ત્રણ દિવસ રાતથી ઉંધી પણ શક્યા નથી. તેમને બાળકોની ઘણી જ ચિંતા થઇ રહી છે.  નોંધનીય છે કે, યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસ સૂત્રો દ્વારા તમામ ભારતીયોને બેગ ઉપર ફરજિયાત રાષ્ટ્રધ્વજ ચિપકાવી દેવા જણાવ્યું છે.જેથી કીમના બે વિદ્યાર્થી અને કઠોદરાના યુવક મળી તેઓ સાથે ફસાયેલા 9 લોકોએ પોતાની બેગ ઉપર રાષ્ટ્રધ્વજ ચિપકાવી દીધા છે. બેગ પર રાષ્ટ્રધ્વજ જોતા યુક્રેન કે રશિયા કોઈનું પણ લશ્કર રોકતું નથી. તેમ ફસાયેલ યુવકના પરિવાર દ્વારા જાણવા મળે છે.

  આ પણ વાંચો- Russia Ukraine News: યૂક્રેનથી ગુજરાતી વિદ્યાર્થીઓ પરત આવ્યા, પરિવારે લીધો રાહતનો શ્વાસ, સર્જાયા ભાવુક દ્રશ્યો

  રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ આવી પડતાં યૂક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત 20 હજારથી વધુ લોકો ફસાયાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ સાથે સાબરકાંઠાના સાત અને અરવલ્લીના પાંચ મેડીકલ છાત્રો ટર્નોપીલ, ઓલેક્સે વિકાખાર્કીવમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા હોવાનું જિલ્લા ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું. જિલ્લા ડિઝાસ્ટર વિભાગ છાત્રોના વાલીઓ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. જોકે, વિદ્યાર્થીઓના પહેલા બે જથ્થા ભારતમાં આવી ગયા છે. જેના કારણે તેમના પરિવારે રાહતનનો શ્વાસ લીધો હતો.  ટર્નોપિલમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા તલોદ તાલુકાના નાનાચેખલાના ભાવિન પટેલના પિતા કાળીદાસ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભારતીય એમ્બેસી દ્વારા મેડીકલ છાત્રોને પોલેન્ડ બોર્ડર ઉપર મોકલવાની કામગીરી શરૂ થઈ છે. પુત્ર શનિવારે બપોરે પોલેન્ડર બોર્ડર પહોંચવા માટે ઉતારાના સ્થળથી 50 કિ.મી. પગપાળા નિકળ્યો હતો અને હજુ 10 કિ.મી. રાહત કેમ્પ દૂર હોવાનું જણાવ્યું છે અને ત્યાંથી એરલીફ્ટ કરી ભારત સરકારે લાવવાની વ્યવસ્થા કર્યાનું જણાવ્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Russia ukrain crisis, Russia Ukraine, Russia ukraine news, Russia ukraine war, ગુજરાત, મહેસાણા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन