Home /News /gujarat /

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 'ટીમ પાટીલ'ની કરાઈ જાહેરાત, યાદી પર કરી લો એક નજર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 'ટીમ પાટીલ'ની કરાઈ જાહેરાત, યાદી પર કરી લો એક નજર

સી.આર.પાટીલ (ફાઇલ તસવીર)

આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તાઓ, ચાર ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળેલી બે દિવસીય ચિંતન બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સમાન જ રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજા અને  ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાની નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત આ ચૂંટણીના અનુસંધાને પાંચ પ્રદેશ પ્રવક્તાઓ, ચાર ઝોન પ્રવકતાઓ અને ૩૧ જીલ્લામાં જીલ્લા દીઠ બે ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ 31 જિલ્લા ઇન્ચાર્જની સંકલન બેઠક આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં યોજાનાર આ બેઠકમાં પેજ પ્રમુખ રણનીતિ સાથે તમામ જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ મહાનગર અને નગરપાલિકાની ચૂંટણી જીતવાની રણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.આ અંગે માહિતી આપતા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમમ સીટો જીતવા તરફ અમે આગળ વધી રહ્યા છે. ચૂંટણીમાં સામે આવેલા પ્રશ્નો નિરાકરણ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ નો રિપીટ સ્થિયરી લાગુ કરવામાં નહિ આવે. વર્ષોથી ચૂંટાય છે કે નાના ઇલેક્શનમાં કાર્યકર સાથે  સક્રિય રહે તે પ્રકારના ઉમેદવારને પસંદ કરવામાં આવશે. કેટલાક ઉમેદવારો ઉંમરના કારણે તો કેટલાક ઉમેદવારો વોર્ડના નવા સીમાંકનના કારણે બદલાશે. પરંતુ જીતી શકાય તેવા ઉમેવારો અને તમામ સમાજ સાથે લઈને જીતી શકાય તેવા ઉમેદવારની પસંગી કરવામાં આવશે.આ ચિંતન બેઠકમાં આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભાજપા સંગઠનના વિગતવાર આયોજન અંગે તેમજ ભાજપાના કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર આગામી સમયમાં પ્રદેશમાં થનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજકમિટીની રચના અંગે વિશેષ ભાર મુક્યો હતો.તો આગામી દિવસોના કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

PM મોદી 15 ડિસેમ્બરના લેશે કચ્છની મુલાકાત, ગુજરાતને મળશે આ ત્રણ અમૂલ્ય ભેટ

આગામી દિવસોના કાર્યક્રમો અંગે માહિતી આપતા પ્રદેશ ભાજપ પ્રવક્તા પંડ્યાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂતોનું આત્મનિર્ભર થવું અનિવાર્ય છે અને દેશના કરોડો ખેડૂતોના ઉત્થાન માટે, તેમની પ્રગતિ માટે, આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે ઐતિહાસિક કૃષિ સુધારાઓ અમલમાં મુકવામાં આવ્યા છે તે અંગે ભાજપા કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન અનુસાર જન જાગરણના ભાગરૂપે ગુજરાતમાં ૮ પત્રકાર પરિષદ અને ૯ ખેડૂત સંમેલનો કરવામાં આવશે.

MBA-MCAમા 10 હજારથી વધુ બેઠકો ખાલી, હવે CMAT વગર ભરાશે

તો અન્ય એક કાર્યક્રમ અંગે માહિતી આપતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ૨૫ ડિસેમ્બરે ભારતરત્ન, આદર્શ રાજપુરુષ, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ભાજપા દ્વારા દર વર્ષની જેમ સુશાસન દિન તરીકે ઉજવવામાં આવશે જે અંતર્ગત રાજ્યના ૫૧ હજારથી વધુ બુથમાં વાજપેયીજીના જીવન કવન, સંભારણા અને દેશ માટેના યોગદાનનું સ્મરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ભાજપા સરકાર દ્વારા કાર્યરત અંત્યોદયને લગતી યોજનાઓની માહિતી આપવા અંગેના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન શિબિર અને હોસ્પિટલોમાં ફળફળાદી વિતરણ કરવામાં આવશે.

તેમજ જીલ્લા દીઠ વર્ચ્યુઅલ બેઠકોનું આયોજન કરી પરમ શ્રદ્ધૈય  અટલજીને સ્મરણાજંલી અપર્ણ કરવામાં આવશે. ૧૧ ફેબ્રુઆરીએ જનસંઘના સંસ્થાપક એકાત્મમાનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિનને પ્રદેશ ભાજપા દ્વારા સમર્પણ દિન તરીકે ઉજવવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: C.R Patil, ગાંધીનગર, ગુજરાત, ચૂંટણી, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन