Home /News /gujarat /

અમદાવાદ: RTEમાં યોગ્ય લોકોને પ્રવેશ મળે તે માટે હવે શાળા લઇ રહી છે ડિટેક્ટિવ એજન્સીઓનો સહારો

અમદાવાદ: RTEમાં યોગ્ય લોકોને પ્રવેશ મળે તે માટે હવે શાળા લઇ રહી છે ડિટેક્ટિવ એજન્સીઓનો સહારો

પ્રતીકાત્મક તસવીર

Gujarat Education: જે પરિવારની વાર્ષિક રૂ. 1.50 લાખ અથવા તેનાથી ઓછી હોય તેવા પરિવારના બાળકને RTE હેઠળ એડમિશન આપવામાં આવે છે

    અમદાવાદ: ફિલ્મ હિન્દી મીડિયમ જેવા કિસ્સાઓ વાસ્તવિક જીવનમાં સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરની નામી શાળાઓમાં બાળકને ભણાવવા માટે અમીર ઘરના માતા પિતાઓ રાઈટ ટુ એજ્યુકેશન (Right To Education, RTE) કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. શાળાઓ હવે માતા પિતાઓ કરતા એક પગલું આગળ નીકળી ગઈ છે. આ પ્રકારની ઘટનાઓ ન સર્જાય અને ગરીબ બાળકોને તેનો હક મળે તે માટે શાળાઓએ એક અલગ વ્યવસ્થા શરૂ કરી છે.

    અમદાવાદ અને ગાંધીનગરમાં છથી વધુ અંગ્રેજી મીડિયમની શાળાઓએ RTE હેઠળ જમા કરાવેલ ડોક્યુમેન્ટની તપાસ કરાવવા માટે ડિટેક્ટિવ એજન્સીઓ હાયર કરી છે. આ ડિટેક્ટિવ એજન્સીઓ RTE હેઠળ જમા કરાવેલ તમામ ડોક્યુમેન્ટની તપાસ કરશે. જે પરિવારે ખોટી રીતે એડમિશન લીધું હશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલના યોગેશ શ્રીધરે આ અંગે જણાવ્યું હતુ કે, અગાઉ અમે શાળાના કર્મચારીઓ પાસે તપાસ કરાવી હતી. તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, 10 એવા પરિવાર હતા કે, જેઓ અમીર હોવા છતાં તેમણે RTE હેઠળ શાળામાં એડમિશન લીધું હતું. આ પરિવાર પાસે કાર હતી, બે રૂમ રસોડાવાળું ઘર હતું, માતા અને પિતા દર મહિને રૂ. 25,000થી રૂ. 35,000ની કમાણી કરતા હતા. આ વખતે અમે ડિટેક્ટિવ એજન્સી હાયર કરી છે. જે RTE હેઠળ પ્રવેશ મેળવતા પરિવારની તપાસ કરશે.

    આ પણ વાંચો: નરેશ પટેલના 'રાજકારણ' પર પૂર્ણવિરામ: હાલ રાજકારણમાં નહીં જોડાય

    જે પરિવારની વાર્ષિક રૂ. 1.50 લાખ અથવા તેનાથી ઓછી હોય તેવા પરિવારના બાળકને RTE હેઠળ એડમિશન આપવામાં આવે છે. આ આવકમર્યાદા જનરલ કેટેગરીના પરિવારને લાગુ પડે છે. અન્ય કેટેગરીના પરિવાર માટે આવકમર્યાદા ઓછી રાખવામાં આવી છે.

    આ પણ વાંચો: યુવકે પિતાની ચૂંગલમાંથી માતા-બહેનને છોડાવવા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા અમદાવાદ DEO હિતેન્દ્ર પઢિયારે જણાવ્યું હતું કે, આ વર્ષે RTE હેઠળ એડમિશન લેવા અંગે ત્રણ શાળાઓમાંથી ફરિયાદ કરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજ રજૂ કરતા પરિવારને બોલાવવામાં આવશે અને જો તેઓ દોષિત સાબિત થશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ સમગ્ર મામલે ડિટેક્ટિવ એજન્સી સાથે વાત કરી હતી. જેમા એજન્સીએ જણાવ્યું હતુ કે, શાળાઓ તરફથી તેમને કામ આપવામાં આવે છે. જે પણ કેસમાં આશંકા લાગે તેવા કેસ વિશે જણાવવામાં આવે છે. આ શંકાસ્પદ કેસમાં તમામ જરૂરી ડોક્યુમેન્ટની તપાસ કરવા માટે કહેવામાં આવે છે. આ વર્ષે અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓએ અમારી સર્વિસનો લાભ લીધો છે. આ કામ કરવા બદલ ચાર્જ તરીકે શાળાઓ અમને પેમેન્ટ પણ આપે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Education, ગાંધીનગર, ગુજરાત

    આગામી સમાચાર