Home /News /gujarat /DySPની બદલીઓનું કાઉન્ટડાઉન શરુ, પ્રજાસત્તાક દિન પછી ગમે તે સમયે પોલીસ વિભાગમા બદલીઓની થશે જાહેરાત
DySPની બદલીઓનું કાઉન્ટડાઉન શરુ, પ્રજાસત્તાક દિન પછી ગમે તે સમયે પોલીસ વિભાગમા બદલીઓની થશે જાહેરાત
પીએસઆઈની પરીક્ષાનું સમાનપ થયાની ગણતરીની કલાકોમાં પીએસઆઈ ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે પરીક્ષાની ઓએમઆર શીટ અપલોડ થઈ હોવાનું જણાવ્યું હતું. ઉમેદવારો આ લિંક પર ક્લિક કરી અને ઓમઆર શીટને ચેક કરી શકે છે. નીચેની તસવીરમાં કેવી રીતે ચેક કરવું તેની માહિતી આપવામાં આવી છે.
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat Police) આગામી 15 દિવસમાં ડીવાયએસપીની બદલીઓ આવી રહી છે. આ બદલીઓમાં જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં કેબિનેટ મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને પાર્ટીના આગેવાનોની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવે તેવી સંભાવના છે. ઘણાં સમયથી પોલીસમાં (Gujarat police transfer) બદલીની રાહ જોવામાં આવી રહી છે. પહેલાં વાયબ્રન્ટ સમિટ થવાની હતી તેથી પોલીસની બદલીઓ અટકાવી રાખવામાં આવી હતી પરંતુ સમિટ મોકુફ રહ્યાં પછી ફરીથી ગૃહ વિભાગમાં બદલીની યાદી તૈયાર કરવામાં આવી હતી.
ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિન પછી અને વિધાનસભાના સામાન્ય બજેટ પહેલાં પોલીસની બદલીના ઓર્ડર થઇ શકે છે. પહેલાં ડીવાયએસપીની બદલીઓ પછી જિલ્લાના પોલીસ વડાની બદલીઓ આવશે. આ વર્ષના અંત સમયમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોઇ સાનુકૂળ અધિકારીઓને પોસ્ટીંગ અપાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની યાદી તૈયાર કરી રહ્યાં છે. જોકે સૂત્રોના કહેવા પ્રમાણે, આ વખતે પોલીસની બદલીઓમાં રાજકીય ભલામણોનો સ્વિકાર કરવામાં આવનાર છે. એવું પણ જાણવા મળ્યું છે કે, વિસ્તારના સાંસદ કે ધારાસભ્ય જે નામ આપે અને જિલ્લા પ્રમુખ કે કોર્પોરેટર અથવા તો જિલ્લા ભાજપના કોઇ નેતા બીજું નામ આપે તો જે પોલીસ ઓફિસરના નામમાં બહુમતિ હોય તેમની નિયુક્તિ કરવામાં આવશે.
બીજી તરફ વિધાનસભા કે લોકસભા મતવિસ્તારમાં પાર્ટીના તમામ રાજકીય નેતાઓ એક નામ પર સર્વસંમત્તિ બતાવે તો તે અધિકારીને વિનાવિલંબે નિયુક્ત કરી દેવામાં આવશે. જોકે, આ નિમણૂકો ગુણદોષના આધારે કરવાની રહેશે. પ્રજાસત્તાક દિન પછી ગમે તે સમયે જિલ્લા પોલીસના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. જેમાં પીઆઇથી ડીવાયએસપીના જે નામ રહી ગયા છે તેમને પ્રમોશન આપવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પોલીસ વિભામાં કરપ્શન ઘટાડવા માટે મુખ્યમંત્રી કચેરીએ રાજ્યના પોલીસ સ્ટેશનોમાં કોન્સ્ટેબલથી પીઆઇ સુધીની બદલીઓની યાદી પણ તૈયાર કરી છે. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા અને શહેરોના પોલીસ કમિશનરોની બદલી પણ થવાની સંભાવના જોવામાં આવી રહી છે.