Home /News /gujarat /પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જ ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, જાણો ક્યાં કોની બદલી કરાઈ
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જ ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, જાણો ક્યાં કોની બદલી કરાઈ
પીએસઆઈની પરીક્ષાનું સમાનપ થયાની ગણતરીની કલાકોમાં પીએસઆઈ ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે પરીક્ષાની ઓએમઆર શીટ અપલોડ થઈ હોવાનું જણાવ્યું હતું. ઉમેદવારો આ લિંક પર ક્લિક કરી અને ઓમઆર શીટને ચેક કરી શકે છે. નીચેની તસવીરમાં કેવી રીતે ચેક કરવું તેની માહિતી આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યો છે. જેમાં PI, DySP વર્ગ-1ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ લિસ્ટમાં 58 નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1ના અધિકારીઓ પણ સામેલ છે.
પ્રજાસત્તાક દિન (Republic Day)ની પર્વ સંધ્યાએ ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યો છે. જેમાં PI, DySP વર્ગ-1ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ લિસ્ટમાં 58 નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1ના અધિકારીઓ પણ સામેલ છે. આ યાદીમાં 57 બિન હથિયારી DySPની બદલી કરવામાં આવી છે. આ સિવાય 1 હથિયારી DySPની બદલી અને 1 અધિકારીને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી છે.
રાજ્યના પોલીસ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવાની યાદી તૈયાર કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યાં જ આજે જાહેર કરાયેલ યાદીમાં 9 ઓફિસરોની બદલી વેઈટિંગમાં રાખવામાં આવી છે જેઓને મહદઅંશે DySP અથવા SP તરીકે પ્રમોશન મળવાની સંભાવનાઓ છે.
ગુજરાત પોલીસમાં ઘણાં સમયથી (Gujarat police transfer) બદલીની રાહ જોવામાં આવી રહી હતી. પહેલાં વાયબ્રન્ટ સમિટ થવાની હતી તેથી પોલીસની બદલીઓ અટકાવી રાખવામાં આવી હતી પરંતુ સમિટ મોકુફ રહ્યાં પછી ફરીથી ગૃહ વિભાગમાં બદલીની યાદી તૈયાર કરવામાં આવી હતી. અને આજે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જ ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે.
આ પહેલા એવી જાણકારી પણ સામે આવી હતી કે, વિધાનસભાના સામાન્ય બજેટ પહેલાં પોલીસની બદલીના ઓર્ડર થઇ શકે છે. પહેલાં ડીવાયએસપીની બદલીઓ પછી જિલ્લાના પોલીસ વડાની બદલીઓ થશે. આ વર્ષના અંત સમયમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોઇ સાનુકૂળ અધિકારીઓને પોસ્ટીંગ અપાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.