Home /News /gujarat /

પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન, ચૂંટણી સુધી રહેશે ગુજરાતના DGP

પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન, ચૂંટણી સુધી રહેશે ગુજરાતના DGP

Gujarat latest news: આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ તેમને આઠ મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યુ છે.

Gujarat latest news: આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ તેમને આઠ મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યુ છે.

    ગાંધીનગર: રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને (Gujarat Police chief Ashish Bhatia) આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ તેમને આઠ મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યુ છે. 1985ની બેચના આશિષ ભાટીયાનો કાર્યકાળ લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રપોઝલને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. આમ હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી નીભાવશે.

    નોંધનીય છે કે, 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂંક કરાઈ હતી. 2 વર્ષ પહેલાં એક નિયમ બનાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના પોલીસવડા માટે હવે 2 વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો હતો.

    અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટમાં મહત્ત્વની ભૂમિકા

    આશિષ ભાટિયા એક એવા અધિકારી છે. જેઓ ભૂતકાળમાં સતત સાતથી આઠ કલાક આરોપીઓની પૂછપરછ કરી શકે છે તેવી પોલીસ વિભાગમાં છાપ ધરાવે છે. જ્યારે તે આરોપીઓની પૂછપરછ કરવા માટે બેસતા હતા ત્યારે પોલીસ અધિકારીઓની બહાર લાઈન લાગતી હતી અને તેઓ સતત એજ વિચારતા હતા કે સાહેબ હમણાં કશુંક નવું બહાર લાવશે. તેમની ખાસ કામગીરીની જો વાત કરવામાં આવે તો વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. તે સમયે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા અને તેમણે તેમની આખી ટીમને ભેગી કરી અને 20 જ દિવસમાં આખો કેસ ઉકેલી 30 જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. નવાઈની વાત એ છે કે આ બોમ્બ બ્લાસ્ટ પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો મોડ્યુલ છે તેવું કહેનારા પ્રથમ અધિકારી હતા.

    આશિષ ભાટિયાને પ્રિવેન્શન ઓફ ક્રાઇમના માસ્ટર ગણવામાં આવે છે

    આશિષ ભાટિયા શાંત પ્રકૃતિના અધિકારી માનવામાં આવે છે. વર્ષ 2001માં પોલીસ મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે. આટલું જ નહીં વર્ષ 2011માં પ્રેસિડેન્ટ મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે. પોલીસ વિભાગમાં આશિષ ભાટિયાને પ્રિવેન્શન ઓફ ક્રાઇમના માસ્ટર ગણવામાં આવે છે. અત્યાર સુધીની તેમની જે પણ પોસ્ટ રહી છે તે પોસ્ટ દરમિયાન તેઓથી તમામ અધિકારીઓ સંતુષ્ટ રહ્યા છે, અધિકારીઓ તેમની સાથે કામ કરવું તે એક લ્હાવો ગણાવે છે.


    આશિષ ભાટિયાનું જન્મ સ્થળ હરિયાણા છે

    વર્ષ 1985 બેચના આશિષ ભાટિયાનું જન્મ સ્થળ હરિયાણા છે અને તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યા છે અને બાદમાં ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાઈ ગુજરાત કેડરમાં સર્વિસ શરૂ કરી હતી. ભૂતકાળમાં તેઓ વર્ષ 2016માં સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે તેઓએ કામગીરી સંભાળી એ પહેલા સીઆઈડી ક્રાઈમના વડા રહી ચૂક્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગાંધીનગર, ગુજરાત, ગુજરાત પોલીસ

    આગામી સમાચાર