Home /News /gujarat /

ગૌણ સેવાના Paper leak: કોલ ડિટેઇલ્સના આધારે આઠ શંકાસ્પદોની કરાઇ અટકાયત

ગૌણ સેવાના Paper leak: કોલ ડિટેઇલ્સના આધારે આઠ શંકાસ્પદોની કરાઇ અટકાયત

હર્ષ સંઘવીની ફાઇલ તસવીર

Gujarat Paper leak case : યુવરાજસિંહના દાવા પ્રમાણે, આ પેપર અંદાજીત 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું છે.

    ગાંધીનગર: દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેવા ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (head clerk exam paper leak) થઇ જતા ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. ત્યારે આજે આ અંગે ગાંધીનગરમાં (Gandhinagar) ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આક્ષેપો થયેલા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. જેમા તેઓ પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી અંગે સમીક્ષા કરશે. આ સાથે ફરિયાદ બાદ શું કાર્યવાહી થઈ તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. આ સાથે આમાં આઠ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

    મંગળવારે દિવસભર ગાંધીનગર ખાતે અને સોશિયલ મીડિયા ઉપર પેપર લીક મામલે ઉમેદવારોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમની એક જ માંગ છે કે, આ માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલા લો.

    8 શંકાસ્પદોની કરાઇ અટકાયત

    હેડ ક્લાર્ક પેપર લીક મામલે શંકાસ્પદ 8 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. તમામ શખ્સોની કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરવામાં આવી છે. સાથે જ પેપર લીકની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની પણ અટકાયત કરાઈ છે.

    લીક પેપર લાખોમાં વેચાયાનો આક્ષેપ

    રવિવારે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર આગલા દિવસે લીક થઇને લાખો રૂપિયામાં વેચાયુ હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા લગાવવામાં આવ્યો હતો. હિંમતનગર નજીક એક ફાર્મ હાઉસ ખાતેથી ભાવનગર સુધી વેચાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતુ.

    'કોઇને છાવરવામાં આવશે નહીં'

    આ અંગે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જણાવ્યુ હતુ કે, પેપર લીક મામલે પોલીસ તપાસ ચાલુ છે. લીક થયું હશે તો ગંભીરતાથી પોલીસ કાર્યવાહી થશે. ભ્રષ્ટાચાર કરનારા કોઇને છાવરવામાં આવશે નહીં.

    ફાર્મ હાઉસમાં સોલ્વ કર્યું હતુ પેપર

    યુવરાજસિંહના દાવા પ્રમાણે, આ પેપર અંદાજીત 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું છે. સૌથી ખાસ વાત તો એ છે કે, હેડક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયાની હાર્ડ કોપીના પુરાવા પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા રજૂ કરાયા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પ્રાંતિજના ઊંછા સ્થિત ફાર્મ હાઉસમાં 16 વિદ્યાર્થીઓ સાથે એક નિરીક્ષક હાજર હતા. આ લોકોએ મળીને 200 પ્રશ્નો ચોપડીમાંથી સોલ્વ કર્યા હતા. આ ઉપરાંત કોબા ખાતે આવેલી મધુરી મનસુખ વસાવા સંસ્થાના એક વિદ્યાર્થીને પરીક્ષા પછી સ્કૂલની બહાર એક ચબરખી મળી આવી હતી. જેમાં જવાબ લખેલા હતા.



    દોઢ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પરંતુ ફક્ત 186 જગ્યા જ ભરવાની છે. ત્યારે આ પરીક્ષા કેટલી નિષ્પક્ષ રીતે અને ગેરરીતિ વિના લેવાઇ છે કે નહીં તે પ્રશ્ન ઉમેદવારોમાં ઉભો થયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Paper leak, ગાંધીનગર, ગુજરાત

    આગામી સમાચાર