liveLIVE NOW

Gujarat Panchayat Election Results : ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ : જાણો કયા ગામમાં કોની થઇ જીત

Gujarat Sarpanch Election Result: શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરી યોજાઈ

  • News18 Gujarati
  • | December 21, 2021, 23:54 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    22:5 (IST)
    જૂનાગઢ - શાપુર ગામમાં પંચાયતી રાજથી ફળદુ પરિવારનો દબદબો અકબંધ. એક જ પરિવારના 45 વર્ષથી હતા સરપંચ. ફરીવાર સરપંચ પદે ફળદુ પરિવારનો વિજય. સરપંચ પદ પર ટીનું ફળદુનો 2100 મતની ભવ્ય વિજય. ગ્રામપંચાયતના 12 વોર્ડમાં તમામ સભ્યનો વિજય. ડીજેના તાલે અને આતશબાજી ઢોલ નગારા સાથે વિજય ઉત્સવમાં પાંચ હજાર જેટલા ગ્રામજનો જોડાયા. સરપંચ અને સભ્યોનું ગ્રામજનોએ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું.

    17:50 (IST)

    લીમખેડા મતગણતરી કેન્દ્ર ઉપર લાઠીચાર્જ. મતગણતરી કેન્દ્ર ઉપર ભીડ બેકાબુ બની. પબ્લિકને દૂર ભગાડવા લાઠીચાર્જ કર્યો

    17:50 (IST)
    મોરબી: વાંકાનેરના ચિત્રખડા ગામે સરપંચ પદના ઉમેદવારને એક પણ મત નહીં. ઉમેદવાર અનુબેન સામતભાઈ ડાભીને પોતાનો મત પણ ના મળ્યો, સાકુબેન બાબુભાઇ ડાભી સરપંચ તરીકે વિજેતા

    17:49 (IST)
    પાટણના નોરતા તળપદ  ગામની મતગણતરી બની પેચીદી. રિકાઉન્ટિંગમાં હારેલા ઉમેદવાર વિજયભાઈ એક મતે થયા વિજય. નોરતા તળપદ ગામનું ત્રણ વખત રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું. પરિણામને લઇ ટેકેદારોએ લાંબી રાહ જોઈ. છેવટે ત્રીજી વખત રીકાઉન્ટિંગમાં વિજયભાઈ પટેલ ની જીત જાહેર કરવામાં આવી. પોસ્ટલ બેલેટે હારમાંથી જીતમાં પરિણામ બદલ્યું

    16:17 (IST)
    જૂનાગઢ - ચણાકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પતિ અને પત્ની વિજેતા. આપ પાર્ટી પ્રેરિત પેનલમાં પત્ની સરપંચ તરીકે અને પતિ સભ્ય તરીકે ચૂંટાયા. મહીલા સરપંચ દયા રામાણીનો 444 મતથી વિજય. ભેસાણ તાલુકાનું ચણાકા ગામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે. કુલ દસ વોર્ડમાંથી સાત વોર્ડમાં આપ પાર્ટીની જીત

    16:15 (IST)
    સાબરકાંઠાના ઇડરમાં ફરી ટાઈ સર્જાઈ. ભાણપુરમાં બે ઉમેદવારોને એક સરખા 62 મત મળ્યા. ભાણપુર બાદ બુઢેલી ગામમાં પણ બે ઉમેદવારોને સરખા મત. બુઢેલી માં બે ઉમેદવારોને એક સરખા 46 મત મળ્યા. બુઢેલીમાં વૉર્ડ નબર 1 માં બે સભ્ય ઉમેદવાર મુંનીબેન ઠાકરડા અને હીનાબેન ઠાકરડા વરચે પણ ટાઇ. બંને ઉમેદવારોએ ચીઠ્ઠી ઉછાળી સંમતિથી મુનીબેન ઠાકરડાને વિજેતા જાહેર કરાયા

    16:13 (IST)

    વિરપુર તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી પરીણામ-  હાડીયા ગ્રામ પંચાયત - સરપંચ - જીજ્ઞાબેન જયેન્દ્રભાઈ બારોટ  452, (2) આસપુર ગ્રામ પંચાયત, સરપંચ - ઠાકોર સૂર્યાબેન અશોકભાઈ 476, (3) રતનકુવા ગ્રામ પંચાયત - સરપંચ - વણકર ગોવિંદભાઇ હીરાભાઈ 760, (4) વરધરા ગ્રામ પંચાયત- સરપંચ - પટેલ કવન વિનુભાઈ 815, (5) પાસોરોડા ગ્રામ પંચાયત-સરપંચ - સારદાબેન સરદારસિંહ 353, (6)ગંધારી ગ્રામ પંચાયત  - સરપંચ - ખાંટ સેજલબેન શનાભાઈ 997, (7)ખેરોલી ગ્રામ પંચાયત - સરપંચ - પટેલ મધુબેન જયેશભાઇ 1063

    15:23 (IST)
      સિંગવડના પિસોઈ ખાતે પથ્થરમારો થયો છે. વિજેતા ઉમેદવારના સમર્થકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી છે.

    ગાંધીનગર :  લોકશાહીના પર્વ સમા ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gujarat Panchayat election results) મતગણતરી (votes counting) હાથ ધરવામાં આવી હતી. રાજ્યની 8 હજાર 686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. મોડી રાત સુધી ગણતરી ચાલી હતી.  344 સ્થળોના 1 હજાર 711 સેન્ટરો પર મતગણતરી યોજાઇ હતી. મતગણતરીની કામગીરીમાં 19 હજાર 916 કર્મચારીઓ જોડાયા હતા. આ દરમિયાન 2 હજાર 576 આરોગ્યકર્મીઓ અને 14 હજાર 291 પોલીસ કર્મીઓ તૈનાત રહ્યા હતા.

    વિજય સરઘસ ન કાઢવા અપીલ

    ત્યારે મત ગણતરી બાદ વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું શક્ય નથી. જ્યારે કોરોના હજુ પણ સક્રીય છે તેમજ ઓમિક્રોન વાયરસની ગંભીરતાથી લેવાની જરૂરીયાત છે. ત્યારે પોલીસ તંત્રએ વિજય સરઘસ ન કાઢવા અનુરોધ કર્યો હતો.

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો