ગાંધીનગર: રાજ્યમાં વીજ સંકટ વધુ ઘેરુ બન્યું છે. જેના કારણે હવે ઉદ્યોગો પર વીજકાપ ઝીંકવામાં આવ્યુ છે. ઉદ્યોગોને દર સપ્તાહે એક દિવસ વીજ સપ્લાય બંધ કરી દેવાનું અને ફરજીયાત રજા રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ નિર્ણય ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મળતી નથી અને ખેડૂતોના પ્રશ્નોના કારણે લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં એક દિવસ ઉદ્યોગોને વીજ સપ્લાય બંધ રાખવામાં આવશે.
ખેડૂતોને વીજળી આપવા ઔધોગિક એકમો પર પાવર કાપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમનો પરિપત્રમાં જણાવ્યું છે કે, સપ્તાહમાં ઔધોગિક એકમો પર એક દિવસનો વીજકાપ રહેશે. દરેક જિલ્લામાં ઔધોગિક એકમો પર અલગ અગલ દિવસે વીજકાપ લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે, સરકારે ખેડૂતોને 8 કલાક નિયમિત વીજળી આપવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા જ ન્યુનતમ છ કલાક વીજળી સિંચાઈ માટે આપવાનું જાહેર કયુ હતું. ઉદ્યોગો પર વીજ કાપ લાદવાની છૂટ આપી હતી. આજે ઔદ્યોગીક વીજકાપ લાગુ પડતાં પીજીવીસીએલનાં 800 મેગાવોટ વીજળીની બચત થઇ છે. રોજ તબક્કાવાર જુદા-જુદા જિલ્લાઓનાં ઉદ્યોગોમાં ફરજીયાત રજા રહેવાની છે. જેનાથી ઔદ્યોગિક વીજળી બચશે અને તેની અસરે સપ્લાય સંકટ પાર થઇ શકશે તેવો આશાવાદ વ્યક્ત કરતા એક સિનિયર વીજ અધિકારીએ જણાવ્યું હતું કે, તંત્રનાં અંદાજ પ્રમાણે એકાદ પખવાડીયામાં સિંચાઈની વીજ ડીમાન્ડ ઓછી થઇ જશે ત્યારબાદ વીજ સપ્લાય ફરી નોર્મલ થઇ જવાની શક્યતા છે.
મહત્ત્વનું છે કે, સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વારે આ રજા રહેશે. જામનગર, પોરબંદર અને દ્વારકામાં શુક્રવારે ઉદ્યોગોને વીજ પુરવઠો બંધ રહેશે. મળતી માહિતી પ્રમાણે, વીજળીમાં સપ્લાય કરતા માંગ વધુ હોવાથી ખાધને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છને વીજ પુરવઠો પૂરી પાડતી પીજીવીસીએલ હસ્તક ડઝન જિલ્લા છે. તાજેતરમાં 1200થી 1500 મેગાવોટની ખાધ પડી ગઇ હતી. ખેડૂતોને આઠને બદલે છ કલાક પણ વીજળી આપી શકાતી ન હતી. સ્ટેગર ડે નિમિત્તે બુધવારે ઔદ્યોગિક વિસ્તારને વીજળી નહીં મળે. ખે
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર