liveLIVE NOW

Gujarat New CM Bhupendra Patel Swearing Updates: રાજ્યમાં 'પાટીદાર પાવર', ગુજરાતને મળ્યા 17મા મુખ્યમંત્રી

Gujarat CM updates: ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ વિધિ પહેલા જ એક્શન મોડમાં આવી ગયા છે.

  • News18 Gujarati
  • | September 13, 2021, 15:41 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A MONTH AGO
    14:52 (IST)
      PM મોદીએ રાજ્યનાં મુખ્યમંત્રીને શુભેચ્છા આપતા જણાવ્યું કે, ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન.

    14:40 (IST)
      પૂર્વ સીએમ વિજય રૂપાણીએ અમારી ટીમ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, હું સીએમ હતો અને સીએમ (Common Man) રહીશ. 

    14:29 (IST)
      ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં હતા. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયાં છે. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પત્ની, પુત્ર, પુત્રવધૂ, પૌત્રી, પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.

    14:21 (IST)
      ગાંધીનગર ખાતે રાજભવનમાં અનેક નેતાઓ આવી ગયા છે. ગુજરાતના 17માં મુખ્યમંત્રીની શપથવિધિ શરૂ થઇ ગઇ છે. આ કાર્યક્રમમાં અમિત શાહ પણ હાજર છે.

    13:56 (IST)
      ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધિ પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતાં. મુખ્યમંત્રીની શપથવિધી આજે બપોરે 2.30 વાગ્યે યોજાશે. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    13:8 (IST)

    ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનના શપથ પહેલા મહત્વની બેઠક શરૂ થઇ છે. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વચ્ચે ચાલી રહી છે. 

    13:1 (IST)
      નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ પર જ દેશના ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું છે. તેઓ બંને ખુશખુશાલ મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. 

    12:24 (IST)

    નવનિયુક્ત સીએમના પદગ્રહણ પહેલા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેમ બદલવો પડ્યો સીએમનો ચહેરો.

     
    12:9 (IST)
      ગુજરાતના સીએમ શપથવિધિમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. ત્યારબાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. અમિત શાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવશે અને અનઔપચારિક બેઠક મળશે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને નવા મંત્રી મંડળના નામોની મહોર લાગશે.

    ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. આજે સોમવારે બપોરે 2.20 કલાકે ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય તરીકે શપથ લીધા (Bhupendra patel Oath ceremony) છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home minister Amit shah) આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શપથ સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivrajsinh chauhan) ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Goa CM Pramod Savant) કર્ણાટકના મુખ્યમંત્રી બોસમ્માઇ (Karnataka CM Bosmai) આ ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (Haryana CM Manoharlal Khattar) ઉપસ્થિત રહ્યા હતા.