Home /News /gujarat /

Viral Video: માઉન્ટ આબુમાં બે રીંછનો મસ્તીનો વીડિયો જોઇને તમારો મૂડ બની જશે

Viral Video: માઉન્ટ આબુમાં બે રીંછનો મસ્તીનો વીડિયો જોઇને તમારો મૂડ બની જશે

વીડિયોમાંથી લીધેલી તસવીર

ગુજરાતીઓનું હોટ ફેવરિટ હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ છે. અને અહીં વર્ષે લાખો ગુજરાતીઓ ફરવા માટે અને રજાઓ માણવા માટે આવતા હોય છે

    ગુજરાતીઓનું મનપસંદ હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ (mount Abu). હાલ ત્યાં આંશિક લૉકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન જાહેર રસ્તાઓ પર બે રીંછ (bear video) મસ્તી કરતા હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ (viral) થઇ રહ્યો છે. બે રીંછ જાણે ગેલમાં આવી ગયા હોય તેમ એકબીજા સાથે કોઇના ડર વગર જ જાહેર રસ્તા પર મસ્તી કરતા દેખાય છે.

    માઉન્ટ આબુની આસપાસ વિશાળ જંગલ વિસ્તાર આવેલો છે. જેના કારણે અવારનવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ફરતા હોય તેવા અનેક વીડિયો આ પહેલા પણ વાયરલ થયા છે. તો અત્યારે તો આબુમાં આંશિક લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ જંગલી પ્રાણીઓને હાશકારો થયો હશે અને તેઓ બિન્દાસ ફરી રહ્યાં છે.

    કેવડિયા બનશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, જાણો તેનાથી કેવા કેવા થશે લાભ

    શું તમે વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છો અને કોરોનામાં અટવાયા છો, જુઓ MEAની સૂચના

    વીડિયોમાં દેખાય છે, તેમ આ બે રીંછ આબુનાં અધ્ધર દેવી રોડ પર ફરી રહ્યાં છે. તેમને ન કોઇ વાહનનો ડર છે કે કોઇ માણસનો ડર છે. તેઓ તો એકબીજા સાથે મસ્તી કરવામાં મળગૂલ છે. હાલ આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને ગમી પણ રહ્યો છે.



    થોડા સમય પહેલા માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રવાસી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પાણીની બોટલ મુદ્દે ઝઘડો થતાં હોટલના સંચાલકોએ યુવકને દોડાવી દોડાવીને માર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાતું હતું કે, યુવકના શરીરના પાછળના ભાગે કુહાડીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. ભોગ બનનાન વ્યક્તિએ કહ્યું કે, પાણીની બોટલ લેવા ગયો હતો અને દારુ પીધેલો છે કહીને માર્યો હતો. એટલું જ નહીં, યુવકના કપડા પણ ફાડી નાખ્યા હતા. જણાવી દઇએ કે, ગુજરાતીઓનું હોટ ફેવરિટ હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ છે. અને અહીં વર્ષે લાખો ગુજરાતીઓ ફરવા માટે અને રજાઓ માણવા માટે આવતા હોય છે. ત્યારે અહીં જ એક હોટલ સંચાલકોએ ગુજરાતી પર્યટકને દોડાવી દોડાવીને માર્યો હોવાની ઘટના બની હતી જે મુદ્દો ઘણો જ ગરમાયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mount Abu, Travel, ગુજરાત, વાયરલ વીડિયો

    આગામી સમાચાર