ભુપેન્દ્રસિંહએ રાખી બાધા, 'રામમંદિર બંધાશે પછી જ મીઠાઇ ખાઇશ'

News18 Gujarati
Updated: March 26, 2019, 9:46 AM IST
ભુપેન્દ્રસિંહએ રાખી બાધા, 'રામમંદિર બંધાશે પછી જ મીઠાઇ ખાઇશ'

  • Share this:
જયશ્વાલ આનંદકુમાર, બનાસકાંઠા : ચૂંટણી આવી ગઇ છે, નેતાઓ વાયદા કરી રહ્યાં છે, પરંતુ ગુજરાતના શિક્ષણ અને કાયદા મંત્રીએ તો એક સ્ટેપ આગળ નીકળ્યા છે. મંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે તેમણે રામ મંદિર બંધાય તે માટે બાધા રાખી છે, જ્યારે મંદિર બંધાશે ત્યાર પછી જ મીઠાઇ ખાઇશ.

બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાજપ સરકારના સીનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાતચિતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે જ્યારે 1990-91માં અડવાણીજીએ રામમંદિર માટે રથયાત્રા કાઢી હતી ત્યારે મેં બાધા રાખી હતી કે જ્યાં સુધી રામમંદિર નહીં બંધાય ત્યાં સુધી હું મીઠાઇ નહીં ખાવ, અને જ્યારે રામમંદિર બંધાશે ત્યારે હું અંબાજી જઇને બાધા છોડીશે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ ફોટોમાં શું ખાસ છે કે અમદાવાદ પોલીસ હાલ ચર્ચામાં છે ?

વધુમાં ભુપેન્દ્રસિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીએ બધાની ઓળખ બદલી નાખી છે, હવે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ચોકીદાર છે. વિકાસશીલમાંથી વિક્સીત નથી થયા તેનું એકમાત્ર કારણ કોંગ્રેસ છે. મોદી આવ્યા પછી વોટ નહીં વિકાસની રાજનીતિ શરૂ થઇ. તો મહાગઠબંધન અંગે ચુડાસમાએ કહ્યું કે માયા, મમતા, નાયડુ એક થયા છે, આ સંઘ કાશીએ જાય ખરો, આ વરરાજા વગરની જાન છે.
First published: March 25, 2019
વધુ વાંચો
अगली ख़बर