liveLIVE NOW

Latest news update: વાઇબ્રન્ટ સમિટ બાદ અમદાવાદનો ફ્લાવર શો પણ રદ, આરોગ્ય મંત્રીની જાહેરાત

Today's Latest news: આજના રાજ્ય અને દેશના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ.

  • News18 Gujarati
  • | January 06, 2022, 12:31 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 MONTHS AGO
    14:40 (IST)
    14:29 (IST)
    13:48 (IST)
      વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાના નિર્ણય પર જીતી વાઘાણીએ જણાવ્યુ કે, વાયબ્રન્ટ મોકૂફ રાખવોનો નિર્ણય સમયસર લેવામાં આવ્યો છે. 7 તારીખે નવી sopને આધારે નવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

    13:14 (IST)
    13:1 (IST)
      વધતા કોરોનાના કેસને લઈને ઓફલાઈન શિક્ષણ અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય.સાથે જ રાત્રિ કરફૂ્યુના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે.

    12:46 (IST)
      રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ રદ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો અને પતંગોત્સવ પણ રદ કરવામાં આવી શકે છે.

    12:45 (IST)
    11:10 (IST)
      હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરુવારે કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકામાં માવઠાની આગાહી છે. જ્યારે આવતીકાલે શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે, શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં જ્યારે રવિવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

    આજે ગુરૂવાર, 6 જાન્યુઆરી, 2022 (6Th January, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે અને આગામી દિવસોમાં પણ માવઠાની આગાહી છે. આ ઉપરાંત સુરત શહેરમાં મોટી દુર્ઘટના ઘટી છે. સચિન GIDCમાં ટેન્કર લીક (Surat tanker leak) થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા પાંચ મજૂરોના મોત થયા છે.