liveLIVE NOW

Live news update: મિત્ર ગઢવી, હેમાંગ દવે સહિત અનેક ગુજરાતી કલાકારો બન્યા કોરોના પોઝિટિવ

Todays Latest news: આજના રાજ્ય અને દેશના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ.

  • News18 Gujarati
  • | January 05, 2022, 20:15 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    22:0 (IST)

    અમદાવાદમાં આજે વધુ નવા ૨૩ વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમા સમાવેશ 

    • શહેરમાં કોરોના કેસ વધતા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારમા વધારો 
    • આજે વધુ નવા ૨૩ વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમા સમાવેશ 
    • શહેરમાં થી એક વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુક્તા 
    • શહેરમાં અત્યાર સુધી કુલ ૧૦૯ વિસ્તાર માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનમા
    20:17 (IST)

    ગુજરાતી કલાકારો બન્યા કોરોના પોઝિટિવ
    જાણિતા ગુજરાતી કલાકારો મિત્ર ગઢવી, હેમાંગ દવે, રોનક કામદાર દીક્ષા જોશી, સિંગર પાર્થ ઓઝા સહિતના અન્ય કલાકારો કોરોનાની ઝપેટમાં


    17:29 (IST)

    કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયએ 72 વર્ષના દર્દીને ઓમિક્રોનથી જયપુરમાં મોતની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે માન્યું છે કે આ દર્દીનું મોત ઓમિક્રોનથી થયું છે. જોકે, દર્દી સંક્રમિત થયા બાદ પાંચ દિવસ બાદ નેગેટિવ આવ્યો હતો. 

    16:0 (IST)

    PM Modi ની રેલી રદ, સુરક્ષામાં મોટી ચૂક, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

    ફિરોજપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબની મુલાકાતે હતા ત્યારે પંજાબના ફિરોજપુરમાં યોજાવા જઈ રહેલી રેલી રદ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂકના પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. જોકે, સુરક્ષામાં મોટી ચૂકના પગલે ગૃહમંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હોવાની જાણકારી મળી રહી છે. વડાપ્રધાનના કાફલા સાથે થયેલી આ ગંભીર ચૂક મામલે વધુ વાંચવા અહીં ક્લિક કરો

    15:44 (IST)

    વડાપ્રધાનના કાફલા સાથે થયેલી સુરક્ષામાં ચૂક ગંભીર બાબત, શું કહી રહ્યા છે સુરક્ષાનિષ્ણાત, જુઓ

    15:37 (IST)

    પંજાબમાં વડાપ્રધાન મોદી સાથે થઇ સુરક્ષામાં ચૂક, શું છે સમગ્ર મામલો જાણો

    15:3 (IST)

    બપોરના 3 વાગ્યા સુધીના TOP 18 મહત્વના સમાચાર

    13:55 (IST)

    રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો.ત્યારે કોરોનાની બીજી લહેર જેવી સ્થિતી ન સર્જાય તે માટે તકેદારી રાખવી જરુરી છે

    12:48 (IST)
    આજે બુધવાર, 5 જાન્યુઆરી, 2022 (5Th January, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat news) કોરોનાના (coronavirus cases in Gujarat) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. આ સાથે રાજયના (Omicron in Gujarat) 18 જિલ્લામાં ઓમિક્રોનનો પગપેસારો થયો છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો