Home /News /gujarat /

USની કોર્ટમાં જ ઉત્તર ગુજરાતના યુવાનોનો ફૂટ્યો ભાંડો, IELTSમાં 8 બેન્ડ કઇ રીતે આવ્યા

USની કોર્ટમાં જ ઉત્તર ગુજરાતના યુવાનોનો ફૂટ્યો ભાંડો, IELTSમાં 8 બેન્ડ કઇ રીતે આવ્યા

ન્યૂયોર્કની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તમામ 6ને ગેરકાયદેસર ઇમિગ્રેશન માટેના ગુનાહિત આરોપોમાંથી મુક્તિ આપી હતી

જજે કહ્યું કે, “માનવ તસ્કરોને તમારી પરવાહ નથી હોતી, તેઓ ફક્ત તમારા પૈસાની પરવાહ કરે છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો તે અંગે તમારા વતનમાં લોકોને જણાવજો અને તેમને અપીલ કરો કે યુએસ જવા માટે ગેરકાયદે માધ્યમોનો ઉપયોગ કરવાનું ટાળે.

અમેરિકામાં (America) એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેમાં ગુજરાતના 6 યુવકો (Students from Gujarat) અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસી (Illegally crossing Border) રહ્યા હતા અને પકડાઇ ગયા. ત્યારબાદ કોર્ટની કાર્યવાહી અંગ્રેજી ભાષામાં થવાની હતી. આ યુવકોએ પાસે IELTSની પરીક્ષામાં 8 બેન્ડ મેળવ્યા હતા. એટલે કે, તેઓ અંગ્રેજી ભાષામાં હોશિયાર ગણાય, પણ આશ્ચર્યજનક રીતે તેઓને સાદું અંગ્રેજી સમજવામાં પણ ટ્રાન્સલેટરની જરૂર પડી હતી. જેના કારણે IELTS પરીક્ષાના બેન્ડ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

કાર્યવાહી દરમિયાન જ્યારે ટ્રાન્સલેટરે '12 પાસ' અને 'કોલેજ' જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો તો જજ પણ ચોંકી ગયા. કારણ કે, આ તમામ યુવકોએ IELTSમાં 8 બેન્ડ મેળવ્યા હતા! આ ઘટનાએ મહેસાણામાં ધાર્મિક ટ્રસ્ટ સંચાલિત પરિસરમાં આવેલા કેન્દ્રમાં આ 6 યુવાનો સાથે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમની પરીક્ષા આપનાર 221 અન્ય લોકો પર પણ શંકા ઊભી કરી છે.

તપાસકર્તાઓએ જણાવ્યું કે, અમે ELTSમાં 8 બેન્ડ મેળવનાર અન્ય લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડાનો પ્રવાસ કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ કથિત રીતે યુએસ જવાના હતા.

આ ઘટના અંગે પોલીસ ઓફિસરે જણાવ્યું કે, 28 એપ્રિલના રોજ સેન્ટ રેજીસમાં યુએસ-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વખતે 221 લોકો અને 6 વિદ્યાર્થીઓને ડૂબવાથી બચાવવામાં આવ્યા હતા, 221 લોકો ગત સપ્તાહમાં કેનેડા જતાં રહ્યા હતા. જ્યારે 6 છાત્રોની ધરપકડ કરી લેવામાં આવી હતી.

દલાલોએ યોજી હતી પરીક્ષા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દલાલોએ આ IELTSની પરીક્ષા કન્દ્રો પર આયોજીત કરી હતી. જ્યાં હાજર દરેક વ્યક્તિ સારો સ્કોર મેળવે છે. 6 યુવાનો અમિત પટેલ (22), ધ્રુવ પટેલ (22), નીલ પટેલ (19), ઉર્વેશ પટેલ (20), સાવન પટેલ (19) અને દર્શન પટેલ (21)એ પણ આવા જ કેન્દ્રો પર તેમની IELTSની પરીક્ષા આપી હતી અને સ્કોર કર્યો હતો. તેઓ ભાગ્યે જ અંગ્રેજીમાં બોલી શકતા હતા, છતા પણ તેમનો સ્કોર ઊંચો હતો.”

આ પણ વાંચો: દરગાહ પર માથું ટેકવીને પરત આવતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, પાંચ લોકોનાં મોત

ગેરકાયદે રીતે જઇ રહ્યા હતા યુએસ

તેઓને ભરત ઉર્ફે બોબી પટેલ નામના એજન્ટ દ્વારા કથિત રીતે યુએસ મોકલવામાં આવ્યા હતા. 5 મેના રોજ, યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકન નાગરિક બ્રાયન લેઝોરે તેમને ગેરકાયદે રીતે સન્ટ રેજીસ દ્વારા યુએસમાં પ્રવેશવામાં મદદ કરી હતી. જોકે તેમની બોટમાં ખામી સર્જાતા તેઓ નદીમાં પડી ગયા હતા. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એજન્સીના અધિકારીઓએ તેમને જોયા અને બચાવી લીધા હતા.

આ પણ વાંચો: સાપુતારામાં સર્જાયું આહ્લાદક વાતાવરણ, જુઓ તસવીરો

કોર્ટે ટકોર કરીને આરોપ મુક્ત કર્યા

ન્યૂયોર્કની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તમામ 6ને ગેરકાયદેસર ઇમિગ્રેશન માટેના ગુનાહિત આરોપોમાંથી મુક્તિ આપી હતી. ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ગેરી એલ ફેવરોએ તેમને યુએસ જવા માટે ગેરકાયદે માધ્યમોનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. જજે કહ્યું કે, “માનવ તસ્કરોને તમારી પરવાહ નથી હોતી, તેઓ ફક્ત તમારા પૈસાની પરવાહ કરે છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો તે અંગે તમારા વતનમાં લોકોને જણાવજો અને તેમને અપીલ કરો કે યુએસ જવા માટે ગેરકાયદે માધ્યમોનો ઉપયોગ કરવાનું ટાળે.

ઉલ્લેખનીય છે કે, ગત 16 જાન્યુઆરીએ કેનેડાની સરહદ પાર કરીને અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ડીંગુચાના એક પરીવારના ચાર લોકોના મૃત્યું થયા બાદ ગુજરાત તેમજ યુએસ અને કેનેડાની તપાસ એજન્સીઓએ આવા રેકેટની તપાસ શરૂ કરી હતી.
First published:

Tags: US immigration, ઉત્તર ગુજરાત, ગુજરાત

આગામી સમાચાર