'હું પત્નીથી છુપાઇને પાટણ આવ્યો છું', ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ કહ્યું આવુ?

હર્ષ સંઘવીની પત્ની સાથેની ફાઇલ તસવીર

કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ (Harsh Sanghvi in Patan) રમૂજ કરી હતી. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં (Viral video) વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
    પાટણ: માતૃતર્પણ તીર્થ સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો (Matru Vandna Programme) પ્રારંભ થયો છે. આ પ્રસંગમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ (Harsh Sanghvi in Patan) રમૂજ કરી હતી. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં (Viral video) વાયરલ થઇ રહ્યો છે.

    'પત્નીથી છુપાઇને પાટણ આવ્યો છું'

    ગુહ રાજજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણમાં હળવા મૂડમા સભાને સંબોધન કરતા કહ્યું કે, હું પત્નીથી છુપાઈ છુપાઈને પાટણ આવ્યો છું. પત્નીને ખબર પડે તો મારે પણ પટોળું લઈ જવું પડે. હર્ષ સંઘવીએ પાટણના સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમમાં હાજરી આપી તે દરમિયાન જાહેરમાં મંચ પરથી સંબોધન કરતા આવું બોલ્યા હતા. જે બાદ હાજર રહેલા સૌ કોઈમાં હળવું હાસ્ય ફેલાઈ ગયું હતું.

    'પીએમ મોદીનો પણ માન્યો આભાર'

    આ ઉપરાંત હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પાટણ જિલ્લાના માતૃ તર્પણના એક માત્ર સ્થળ તથા રણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્ન કર્યો તે આજે સફળ રહેવા પામ્યો છે અને આજે વિશ્વ ફલક પર લોકો તેને ઓળખતા થયા છે.

    કચ્છની કોયલે સુરાવલી રજૂ કરી

    સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં કચ્છની કોયલ રબારીના કાંઠે લોક ગીતોની સુરાવલી પણ રજૂ કરાઇ હતી. જેના કારણે વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ માતૃ તર્પણ સ્થળ, વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કર્યા હતા.



    પટોડા મશીનમાં નથી બનતા

    નોંધનીય છે કે, પાટણના પટળો દેશ અને દુનિયમાં એક અલગ ઓળખ ધરાવે છે. પટોડા આખી દુનિયામાં જાણીતા બન્યા છે. 900 વર્ષ જૂની આ કલાના દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ખરીદદારો છે. આ ઉપરાંત પાટણમાં પટોળા સાડી બનાવવાની કોઈ ઇન્ડસ્ટ્રી નથી. પટોળા બનાવનાર એક જ પરિવાર પાટણમાં છે જે 30 પેઢીઓથી આ ધંધા સાથે સંકળાયેલી છે. પટોડાની એક બીજી પણ વિશેષતા એ છે કે, દુનિયાની એક માત્ર એવી સાડી છે જેને તૈયાર કર્યા બાદ ઉપરથી રંગ લગાવવામાં આવે છે. રંગ લગાવેલા દોરાને બનાવીને તેમને ડીઝાઈન આપવામાં આવે છે. આ કારણે પટોળા બનાવવાની પ્રક્રિયા જટિલ છે. એક પણ દોરો અલગ પડે તો સાડી ખરાબ થઈ જાય છે. એટલે એક સાડી બનાવવામાં ઘણું જ ધ્યાન રાખવામાં આવે છે.
    Published by:Kaushal Pancholi
    First published: