ગુજરાત હાઇકોર્ટની ટકોર: 'કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો'

ગુજરાત હાઇકોર્ટની ટકોર: 'કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો'
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.

 • Share this:
  રાજ્યમાં (Gujarat) કોરોનાના (corona) કેસોમાં સતત ભયજનક રીતે વધારો થતા ફરીથી લૉકડાઉન (lockdown) થાય તેવી શક્યતાઓ સર્જાઇ છે. હાઇકોર્ટે (Gujarat Highcourt) ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાની જરૂરિયાત છે. કોરોનાના સંક્રમણની ચેઇન તોડવાની જરૂર છે. ગુજરાતમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ (weekend curfew) બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.

  'કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં લો'   હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. લૉકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.

  Explainer: ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન બાળકો માટે બની રહ્યો છે ઘાતક! આવા હોય છે લક્ષણો

  'આઠ મહાનગરમાં 500 બેડના કોવિડ સેન્ટર શરૂ થશે'

  કોરોનાનો કહેર વધતા ગુજરાત રાજ્યના આઠ મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં 500-500 બેડના આઠ કોવિડ સેન્ટર ચાલુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. આ આઠ વિસ્તારમાં આઈએએસ અને આઈએફએસ અધિકારીને તબીબી કામગીરી પર સુપરવિઝન રાખવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે ઓક્સિજનનું ઉત્પાદન કરતાં ગુજરાતના તમામ એકમોને આરોગ્ય સેવા માટે તેમના કુલ ઉત્પાદનમાંથી 60 ટકા ઓક્સિજન અનામત-રિઝર્વ રાખવાની સૂચના આપી દીધી છે.

  ગઢડામાં ચોરોએ ઓળખ બચાવવા PPE કિટ પહેરીને કરી ચોરી, પણ CCTVમા થયા કેદ  ગુજરાતમાં કોરોના કેટલાય દિવસોથી હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસનાં આંકડા રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા છે. સોમવારે 3160 નવા કેસ નોંધાયા છે અને 2018 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાના 15 દર્દીઓના મોત થયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:April 06, 2021, 13:32 pm

  ટૉપ ન્યૂઝ