Home /News /gujarat /દારુબંધીને પડકારતી અરજીઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તેવી અરજીને ગુજરાત હાઈકોર્ટે નકારી, જાણો આખો મામલો

દારુબંધીને પડકારતી અરજીઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તેવી અરજીને ગુજરાત હાઈકોર્ટે નકારી, જાણો આખો મામલો

ગુજરાત હાઇકોર્ટ

right to privacyના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે છે તેવું હાઈકોર્ટે ઠેરવ્યું છે.

દારુબંધીને પડકારતી અરજીઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તે મતલબની એડવોકેટ જનરલને રજૂઆતને હાઈકોર્ટે નકારી છે. આ પહેલાની સુનાવણીમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને ગુજરાતમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે, તે પણ વ્યાજબી  નથી.

દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ પણ વ્યાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડી માં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે થતી કાર્યવાહી પણ યોગ્ય નથી. અરજદારોની રજૂઆત હતી કે, ડ્રાઈવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે, પરંતુ પેસેન્જર સામે થતી કાર્યવાહી વ્યાજબી નથી.

આ પણ વાંચો - હોલમાર્કિંગના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સની હડતાળ, ગ્રાહકો-વેપારીઓને શું થશે ફાયદો, નુકસાન

આ પહેલા ચીફ જસ્ટિસના વડપણવાળી ખંડપીઠે પૂછ્યું હતું કે દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાં જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપમાં ક્યાંય લખેલું છે ખરું?

આ પણ વાંચો- Somnath Live Darshan: શ્રાવણનાં ત્રીજા સોમવારે ઘરે બેઠા જ કરો સોમનાથ દાદાના શૃંગાર દર્શન

અરજદારોની રજૂઆત હતી કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો છે. જોકે તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો અને ગાંધીના ગુજરાતમાં ગાંધીજીના મૂલ્યો અને આદર્શોને સ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે.
" isDesktop="true" id="1126806" >

અરજદારોએ રજૂઆત કરી હતી કે, બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે બંધારણ સભાના સભ્યોમાં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબીશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડયો હતો. right to privacyના આધાર પર ઉભા થયેલા નવા બંધારણીય અધિકાર હેઠળ દારૂબંધીએ લોકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે તેવી રજૂઆત સાથે હાઇકોર્ટમાં પિટિશન થઈ છે અને વ્યક્તિ પોતાના ઘરે શું ખાશે કે પીશે તેની પર સરકારનો અંકુશ ન હોવો જોઇએ તેવી અરજદારોની રજૂઆત છે.  આ મુદ્દે અંતિમ સુનાવણી 12 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Liquor Ban, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन