ગાંધીનગર : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) કોરોના સંક્રમિત (Gujarat Corona cses) થયા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની જાણ કરી છે. આરોગ્ય મંત્રીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, 'મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજરોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.'
ગુજરાતમાં મંગળવારે કોરોના કેસમાં વધારો નોંધાયો હતો. ગુજરાતમાં 21 જૂનની સાંજે કોરોના વાયરસના એક્ટિવ આંકડો 1500ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 21 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 226 કેસ નોંધાયા છે. જોકે, રાજ્યમાં મંગળવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 108 કેસ નોંધાયા છે.
મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજરોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે.
ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું.
મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.
રાજ્યમાં આજે 21 જૂનના કોરોના વાયરસના સંક્રમણના આંકડા પ્રમાણે, કોરોનાના 226 નવા કેસ નોંધાયા છે. 163 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. ત્યાં જ અમદાવાદમાં સૌથી વધુ 108 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરતમાં 37 નવા કેસ નોંધાયા છે.
વડોદરા કોર્પોરેશનમાં 22, ગાંધીનગર કોર્પોરેશનમાં 07, વડોદરામાં 06, ક્છ, મહેસાણા, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 05-05 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 04-04 કેસ કેસ નોંધાયા છે. ગાંધીનગર અને પાટણમાં 03-03 કેસ નોંધાયા છે. અમદાવાદ, ભરૂચ અને રાજકોટમાં 02-02 કેસ નોંધાયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર