Home /News /gujarat /

વિદેશથી આવતા નાગરિકો પર રાજ્ય સરકાર રાખી રહી છે 'બાજ નજર', નિયમો ન પાળનારાઓ સામે થશે પોલીસ કેસ

વિદેશથી આવતા નાગરિકો પર રાજ્ય સરકાર રાખી રહી છે 'બાજ નજર', નિયમો ન પાળનારાઓ સામે થશે પોલીસ કેસ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

Omicron in Gujarat: આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તેમણે ઘરમાં આઇસોલેશનમાં રહેવું ફરજિયાત છે.

    ગાંધીનગર: ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો (Gujarat Omicron first case)  કેસ આવ્યા બાદ તંત્ર અચાનક સતર્ક થયું છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Gujarat health minister Rishikesh Patel) ખાસ વાતચીતમાં મહત્ત્વનુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્રની ગાઈડલાઈન (Corona guidlines) ન પાળનારા સાવધાન રહેજો. નિયમો ન પાળનારા સામે પોલીસ કેસ થઈ શકે છે. 'જનતા SOPનું પાલન કરે તે જરૂરી છે. આ સાથે હોમ આઈસોલેશનના (home isolation) નિયમો પણ પાળવા પડશે.'

    RTPCR ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ઘરમાં આઇસોલેશનમાં રહેવું ફરજિયાત

    આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, જે લોકો હાઇરિસ્ક દેશોમાંથી આવતા હોય તેમના આરટીપીસીઆર ટેસ્ટ થઇ રહ્યા છે. આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તેમણે ઘરમાં આઇસોલેશનમાં રહેવું ફરજિયાત છે. જેમના આરટીપીસીઆર પોઝિટિવ આવે તો તેમની આગળની ત્રણ અને પાછળની ત્રણ હરોળનો પણ ડેટાના આધારે ટેસ્ટ કરવામા આવે છે. આ રિપોર્ટ આવ્યા પછી તેમને હોમ આઈસોલેશનમાં રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. હાઇ રિસ્ક પર છે તે આપણા એરપોર્ટ પર ઉતરે ત્યારે એ તમામના આરટીપીસીઆર આપણે કરી રહ્યા છે. તેમાંથી આપણે ત્યાં નહીંવત સંખ્યામાં પોઝિટિવ આવે છે. જેમાં બે કે ત્રણ કેસમાં જ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી માત્ર એક કેસ જ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે.

    આ પણ વાંચો - ગુજરાતમાં Omicronનો પહેલો કેસ: વૃદ્ધે ચાઇનીઝ રસીના ડોઝ લીધા હતા, સંપર્કમાં આવનાર તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ

    હોમ આઈસોલેશનના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ થાય છે

    હાઇ રિસ્ક દેશોમાંથી ભારત આવતાં તમામ લોકોના અમદાવાદ એરપોર્ટ પર આરટીપીસીઆર કરાય છે અને રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇનની સૂચના અપાય છે. આ સમયગાળા દરમિયાન આવી વ્યક્તિ કોઈને મળી શકતી નથી કે બહાર હરી ફરી શકતી નથી. તેઓ આ નિયમનું યોગ્ય રીતે પાલન કરતાં હોવાની તપાસ પણ કરવામાં આવે છે.

    આ પણ વાંચો - ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    અમદાવાદના એક વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી શરૂ

    અમદાવાદ શહેરમાં વિદેશથી આવેલો એક યુવક વાસણામાં હોમ ક્વોરન્ટાઇન થવાને બદલે બહાર ફરતો દેખાતા કાયદેસરના પગલાં લેવા કાર્યવાહી શરૂ કરાઈ છે.



    હોમ ક્વોરન્ટીન પર નજર રાખવા માટે મ્યુનિ. તંત્રએ અનેક પદ્ધતિ અપનાવી છે. જેમાં મેડિકલ ઓફિસર ફોન સંપર્ક કરી ખાતરી કરે છે કે, કવોરન્ટાઇન થયેલી વ્યક્તિ તેના ઘરે જ છેને? દિવસમાં ગમે ત્યારે મ્યુનિ.ની સંજીવનીવાન પણ ક્વોરન્ટાઇન વ્યક્તિને ઘરે જઇ તપાસ કરે છે કે, તે ઘરે છે કે નહીં. પાડોશીને પણ એ બાબતે પૂછવામાં આવે છે. આ સિવાય પોલીસને પણ જાણ કરી છે કે, તેમના વિસ્તારમાં ચોક્કસ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરાયા છે, તેઓ ઘરની બહાર ન નીકળે તે માટે યોગ્ય ચકાસણી કરવી જરૂરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Corona guidelines, Coronavirus in Gujarat, Omicron variant, Rishikesh patel, ગાંધીનગર, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन