Home /News /gujarat /Paper Leak: હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં 10માંથી છ પાપીઓના નામ આવ્યા સામે

Paper Leak: હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં 10માંથી છ પાપીઓના નામ આવ્યા સામે

Paper leak મામલે પ્રાતિંજમાં 10 લોકો સામે એફઆઈઆર દાખલ થઇ છે. જેમાંથી 6 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Paper leak મામલે પ્રાતિંજમાં 10 લોકો સામે એફઆઈઆર દાખલ થઇ છે. જેમાંથી 6 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું (head cleark exam) હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો (Paper leak) સનસનીખેજ આક્ષેપ બાદ મામલો ગરમાયો છે. ત્યારે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, આ મામલામાં પ્રાંતીજમાં 10 લોકો સામે એફઆઇઆર થઇ છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર લોકોની હજી શોધખોળ ચાલી રહી છે.

LCBએ નીચે પ્રમાણેના લોકોની ધરપકડ કરી

મહેશ કમલેશભાઇ પટેલ, અમદાવાદ
ચિંતન પ્રવીણભાઇ પટેલ, પ્રાંતિજ
ધ્રુવ ભરતભાઇ બારોટ, બેરણા
દર્શન કિરીટભાઇ વ્યાસ
સુરેશ પટેલ
કુલદિપ નલીનભાઇ પટેલ, હિંમતનગર

આ પણ વાંચો - હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે થઇ FIR, 6 આરોપીઓની ધરપકડ, 4ની શોધખોળ ચાલુ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસકોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ગુરૂવારે મોડી રાતે પ્રાંતિજમાં 10 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું કે, આ મામલે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે તપાસની સૂચના આપવામાં આવી હતી. આમા પહેલા જ દિવસથી વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી છે. આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ આરોપીઓ છટકી ના શકે તે ગૃહમંત્રાલયની નજરમાં હતુ. પોલીસની ટીમે તપાસ માટે 24 ટીમો બનાવીને તપાસ કરી છે.

આ પણ વાંચો - Paper leak : વિપક્ષ નેતા સુખરામ રાઠવાના સરકાર પર આકરા પ્રહાર, 'આમા કોઇ મંત્રી સંડોવાયેલા છે કે શું?'

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પેપરલીક કરનારા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવશે. ગુનાના મુળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે. પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં આ કેસમાં લેવાશે. એવી કાર્યવાહી કરાશે કે, ભવિષ્યમાં કોઈ ફરીવાર પેપર લીક કરવાની કોશિષના કરે.
First published:

Tags: GSSSB, Paper leak, Prantij, ગાંધીનગર, ગુજરાત, હર્ષ સંઘવી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો