ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 12મી ડિસેમ્બરના રોજ યોજાયેલી હેડક્લાર્કની (head clerk question paper leak) 186 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી. જેમાં 2 લાખ 41 હજાર 400 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. એ પૈકી અંદાજે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાના (Yuvrajsinh Jadeja) પ્રશ્નપત્ર ફૂટ્યાના અનેક આક્ષેપો બાદ આજે આ કેસમાં 10 લોકો સામે પ્રાંતિજ પોલીસ મથકમાં એફઆઈઆર (paper leak FIR at Prantij police station) નોંધાઇ છે. જેમાં 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ચાર લોકોની શોધખોળ હજી ચાલુ છે.
જયેશ પટેલે પેપરની કોપી અન્યોને આપી
આ અંગેની પોલીસ ફરિયાદ પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી હતી. તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. જે બાદ દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. જેમા ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાયા હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પણ બંધ કરાવી દેવાયા હતાં. બાદમાં તેમને અલગ અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડાયા હતાં. પરીક્ષા પુરી થયા બાદ તેમને મોબાઈલ પરત કરાયા હતાં.
જયેશ પટેલે પેપરની એક નકલ હિંમતનગરના દર્શન વ્યાસને આપી હતી. જેને દર્શને હિંમતનગરના કુલદિપ પટેલને આપી હતી. કુલદીપે પાંચ પરીક્ષાર્થીઓને તેના ઘરે બેસાડી પુસ્તકો આપીને પેપર સોલ્વ કરાવ્યાં હતાં. બાદમાં તેણે હિંમતનગરના સુરેશ પટેલ તથા અન્ય પરીક્ષાર્થીઓને ગાંધીનગરથી એક ગાડીમાં સતીશ પટેલના ઘરે મોકલી આપ્યા હતાં. આ સોલ્વ કરેલા પેપર તેણે પરીક્ષાર્થીઓને ગોખવા માટે આપ્યાં હતાં. સવારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં.
ઘટનાની ટાઇમલાઇન
આ આરોપીઓની થઇ ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમા મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ (પ્રાંતિજ), કુલદીપ પટેલ (હિંમતનગર), ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની (હિંમતનગર) ધરપકડ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં 24થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફીથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો.
સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. મામલો સામે આવતાં જ તાત્કાલિક તપાસના આદેશ અપાયા હતા. પેપર લીકમાં સંડોવાયેલા શંકાસ્પદો છટકી ના જાય એ માટે પોલીસ અલર્ટ હતી.
ઝડપાયેલા આરોપીઓ
'અસિત વોરાને તપાસમાંથી દૂર કરવામાં આવે'
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ બાદ જણાવ્યુ હતુ કે, પ્રાંતિજમાં જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં જે કલમો દાખલ કરવામાં આવી એ હળવી કલમ છે. કૌંભાડ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે, પેપર હિંમતનગરથી લીક થયું હતું એવું પણ સામે આવ્યું છે. તો ગૌણ સેવા પસંદગી મંડળ આ મામલામાં સીધા સંકડાયેલા છે. તો તેમા અધ્યક્ષ આસિત વોરાને તપાસમાંથી દૂર કરવામાં આવે. જો તેઓ આમાં સંડોવાયેલા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, તેમની પાસે હજુ કેટલાક ગોપનીય પુરાવા છે જે અમે હર્ષ સંઘવીને આપવા માગીએ છીએ. પોલીસે હજી વચેટિયાઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી બહાર છે. આ વચેટિયાઓ કમિશન લેતા હતા. આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તો મુખ્ય આરોપીઓ મળી આવશે.