હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે થઇ FIR, 6 આરોપીઓની ધરપકડ, 4ની શોધખોળ ચાલુ
હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે થઇ FIR, 6 આરોપીઓની ધરપકડ, 4ની શોધખોળ ચાલુ
હર્ષ સંઘવી
Gujarat Paper leak: ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 'રાજ્ય સરકાર આ કેસમાં દાખલરુપ કાર્યવાહી કરશે, આ પહેલા નહીં લેવાયા હોય તેવા પગલા આ કેસમાં લેવાશે. પેપર રદ કરવા હાલ કોઈ નિર્ણય નથી.'
ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું (head cleark exam) હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો (Paper leak) સનસનીખેજ આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે. હેડક્લાર્કનું પેપર લીક (Gandhinagar paper leak) થયાનો અંતે સરકારે સ્વિકાર કર્યો છે. જેના સંદર્ભે ગુરૂવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) તત્કાલ તમામ તપાસ અધિકારીઓ સાથે મેરેથોન મીટીંગ કરી ઝડપથી આરોપીઓને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. ગરમાતા જતા આ રાજકારણ (Gujarat politics) અંગે પોલીસે અત્યાર સુધી કરેલી કામગીર અને FIR અંગે આજે ગૃહરાજ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ગુરૂવારે મોડી રાતે પ્રાંતિજમાં 10 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.
'પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં લેવાશે'
હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર પેપર લિકનો મામલો સામે આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે તપાસની સૂચના આપવામાં આવી હતી. આમા પહેલા જ દિવસથી વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી છે. આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ આરોપીઓ છટકી ના શકે તે ગૃહમંત્રાલયની નજરમાં હતુ. પોલીસની ટીમે તપાસ માટે 24 ટીમો બનાવીને તપાસ કરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પેપરલીક કરનારા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવશે. ગુનાના મુળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે. પહેલાં ક્યારેય પગલાં ના લેવાયા હોય તેવા પગલાં આ કેસમાં લેવાશે. એવી કાર્યવાહી કરાશે કે, ભવિષ્યમાં કોઈ ફરીવાર પેપર લીક કરવાની કોશિષના કરે. આ સાથે ફરાર આરોપીઓને પણ જલ્દી ઝડપી પાડવામાં આવશે.
યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને મળીને આપ્યા પુરાવા
ગુરુવારે બપોર બાદ યુવરાજસિંહ જાડેજા ગૌણ સેવા પસંદગી મંડળને પુરાવા સોંપવા માટે ગયા હતા. જ્યાં તે ચેરમેન અસિત વોરાને મળ્યા હતા. તેમની સાથે વાતચીત કરીને મહત્ત્વના પુરાવા સોંપ્યા હતા. જો પુરાવા આ કેસ માટે અગત્યના જણાય તો આ પરીક્ષા રદ પણ થઇ શકે છે.
ગઇકાલે બેઠકોનો ધમધમાટ હતો
હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો હવે ગરમાતો જાય છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ મિટિંગોની મેરેથોન શરૂ કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. જે બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે શુક્રવારે સવારે 10.00 વાગ્યે પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર કેસની તપાસ અને નિર્ણય અંગે જાણકારી આપશે. જેમાં મોટા ખુલાસા અને નિર્ણયો જાહેર થઇ શકે છે. જોકે, ચર્ચા એવી પણ છે કે, તંત્રને આ કેસનો મુખ્ય સુત્રધાર મળી ગયો છે.
પેપર લિક કેસમાં સાબરકાંઠાનું કનેક્શન (Sabarkantha connection in paper leak case) સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 10-12 લોકોની અટકાયત પણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ જે રીતે સોશિયલ મીડિયામાં (social media) ઉપર ફાર્મ હાઉસના ફોટો વાયરલ (Farmhouse photo viral) થઈ રહ્યા છે એ ફાર્મ હાઉસ ખોટું હોવાના દાવા સાથે ફાર્મહાઉસના (Farmhouse) માલિક પણ સામે આવ્યા છે.
"રાજ્ય સરકાર આ કેસમાં દાખલરુપ કાર્યવાહી કરશે"
"આ પહેલા નહીં લેવાયા હોય તેવા પગલા આ કેસમાં લેવાશે"
નોંધનીય છે કે, રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે અસિત વોરા જ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરી પેપર લીકના પુરાવા આપ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર