Home /News /gujarat /

ગુજરાતમાં Gram Panchayat Election : 4 વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ 45% મતદાન, સૌથી વધુ ઉ.ગુજરાતમાં નોંધાયુ

ગુજરાતમાં Gram Panchayat Election : 4 વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ 45% મતદાન, સૌથી વધુ ઉ.ગુજરાતમાં નોંધાયુ

Gujarat Gram Panchayat Election: કુલ 1 કરોડ 82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Gujarat Gram Panchayat Election: કુલ 1 કરોડ 82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  ગાંધીનગર: રાજ્યની (Gujarat) 8 હજાર 684 ગ્રામ પંચાયતોમાં (Gram Panchayat Election) આજે મતદાન શરૂ થઇ ગયુ છે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજે સવારે 7થી સાંજના છ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યુ છે. વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહનો માહોલ દેખાઇ રહ્યો છે. સરપંચની ચૂંટણી માટે 27 હજાર 200 ઉમેદવારો વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 1 કરોડ 82 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  આજે શિયાળાની કડકડતી સવારથી લોકોમાં પોતાના સરપંચ માટે મતદાન કરવાનો ઉતા્સાહ દેખાઇ રહ્યો છે. ત્યારે આ  અંગેની તમામ અપડેટ અહીં જુઓ.

  બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 42 ટકા મતદાન થયુ છે. બપોરે 3 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 40 ટકા, ઉત્તર ગુજરાતમાં 44 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 42 ટકા, મધ્ય ગુજરાતમાં 40 ટકા મતદાન થયું છે

  બે વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ 29 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે  12 વાગ્યા સુધીમાં સરેરાશ 27 ટકા મતદાન નોંધાયુ હતુ, એટલે બે કલાકમાં માત્ર બે જ ટકા મતદાન થયુ છે.

  વિરરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ સાથે જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી. આથી કોન્સ્ટેબલે મતદારને માર માર્યો હતો.  જેના લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.

  પાંચ કલાક સુધીમાં એટલે કે, બપોરે 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 26 ટકા, ઉત્તર ગુજરાતમાં 27 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 32 ટકા, મધ્ય ગુજરાતમાં 24 ટકા મતદાન થયું છે.  રાજ્યમાં સરેરાશ 27 ટકા મતદાન થયુ છે.

  ગુજરાત રાજ્ય સરકારના અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્ર સિંહ પરમાર મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમને સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યુ. પ્રધાને જણાવ્યુ હતુ કે, ગુજરાત પણ ગામડાથી ઓળખાય છે અને ગામડાનો વિકાસ સરપંચ કરતા હોય છે. આમ તો પ્રઘાને ગ્રામ પંચાયતના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી અને તેઓ સરપંચ બાદ ધારાસભ્ય અને હાલમાં રાજ્ય સરકારના પ્રધાન છે.

  અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્ર સિંહ પરમાર


  બાવળા તાલુકાનું રૂપાલ ગામ કોમી એકતાનું પ્રતિક બન્યું છે. ગામમાં હિંદુ અને મુસ્લિમ મતદારોએ એક સાથે મતદાન કર્યુ છે. રૂપાલ ગામ મતદાન મથકે મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા. સામાન્ય બેઠક માટે 2 મુસ્લિમ મહિલા ઉમેદવારો મેદાનમાં. આ ગામમાં 1100 હિન્દુ અને 2500 મુસ્લિમ લોકો મતદાન કરશે.

  બાવળામાં મતદાન


  ચિખલી તાલુકાના વંકાલ ગામે ગામ પંચાયતની ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયેલો જોવા મળ્યો હતો. જેમાં સરપંચ પદના ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ થયો હતો.

  પંચમહાલના વિરણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મતદાન રદ કરવામાં આવ્યું છે. જે આવતીકાલે યોજાશે. સરપંચ પદના ઉમેદવારનું ચિન્હ બદલાતા મતદાન રદ કરવામાં આવ્યું છે.

  બનાસકાંઠા સાંસદે ગ્રામપંચાયત ચૂંટણીમાં કર્યું મતદાન. થરાદના ભાચર ગામે સાંસદ પરબત પટેલે મતદાન કર્યું.  પ્રલોભનો આપવાનો વીડિયો વાયરલ

  સાબરકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાનો વીડિયો વાયરલ થયો છે. મતદારોને રીઝવવા પ્રલોભનો અપાયાના નામે વીડિયો વાયરલ થયો છે. મતદાન માટે સાડી વિતરણ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ખેડબ્રહ્માના વાઘેલા દેરોલનો હોવાનું અનુમાન છે.

  વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


  જામનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન

  જામનગરમાં સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રારંભ બધા જ મતદાતાઓની કતારો જોવા મળી હતી. જામનગર જિલ્લાના હર્ષદપુર, નાના થાવરીયા, વીજરખી, મોડપર, બેરાજા, મોખાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મતદાન બુથ ઉપર સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ વાતાવરણમાં શરૂ કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

  દારૂ વહેંચવાનો વીડિયો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો 

  સુરતના બારડોલીના તેન ગ્રામ પંચાયતમાં વિવાદ સામે આવ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનની આગલી રાત્રે ગામમાં મતદારોને દારૂ આપી રિઝવવાનો સરપંચના ઉમેદવારે અન્ય સભ્ય પર આક્ષેપ કરીને વિવાદ કર્યો છે. મામલો ગરમાતા બારડોલી પોલીસે ગુનો નોંધ્યો છે. તેન પંચાયતની ચુંટણીમાં દારૂ વહેંચતો વીડિઓ વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે.
  વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કવાંટના તાલુકાના જામલી ગામમાં મતદાન કર્યુ છે.

  6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ

  આ ચૂંટણી માટે 23 હજાર 97 મતદાન મથકો પૈકી 6 હજાર 656 મતદાન મથકો સંવેદનશીલ, 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી પ્રક્રિયામાં 1 લાખ 94 હજાર 586 જેટલા અધિકારી ફરજ પર રહેશે. ગઇકાલે ચૂંટણીને લગતું સાહિત્ય, મતકુટીર, મતદાન પેટી, બેલેટ પેપર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. પ્રીસાઈડીંગ ઓફીસર સહિતનો પોલીંગ સ્ટાફ ગઇકાલથી જ વિવિધ સામગ્ર સાથે મતદાન મથકો પર પહોંચી ગયો હતો.

  સરપંચોની 67 બેઠકો પર નથી ભરાયા ફોર્મ

  રાજ્ય ચૂંટણી આયોગે 10,812 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી હતી. જે પૈકી 1165 ગ્રામ પંચાયતો સમરસ એટલે કે બિનહરીફ જાહેર થઇ હતી, સરપંચની 473 અને સભ્યોની 27479 બેઠકો અંશતઃ બિનહરીફ થઇ હતી, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં વિવિધ કારણસર કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા તેની ચૂંટણી યોજાઇ શકે તેમ નથી. જેથી હવે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. સરપંચોની 67 બેઠકો તથા સભ્યોની 3361 બેઠક પર એકપણ ફોર્મ ભરાયા નહીં હોવાથી ચૂંટણી થશે નહીં.  ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં મળીને કુલ 156 ગ્રામ પંચાયતોની ચુંટણી સંદર્ભે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે 152 સરપંચ તથા 578 વોર્ડ સભ્યો માટે કુલ 497 મતદાન મથકો ચારેય તાલુકાના ગામડાઓમાં ઉભા કરવામાં આવ્યાં છે. આ પૈકી 158 મથકો સંવેદનશીલ જ્યારે 67 અતિસંવેદનશીલ મતદાન મથકોએ વધુ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gram Panchayat Election, ગાંધીનગર, ગુજરાત

  આગામી સમાચાર