Home /News /gujarat /

ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે યોજાશે મતદાન

ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે યોજાશે મતદાન

પ્રતીકાત્મક તસવીર

આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ ચૂંટણી પંચ દ્વારા કરાયો હતો.

  ગાંધીનગર: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat election 2021) અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરની મદદથી યજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરાઇ છે.

  જિલ્લાની ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કયા તાલુકામાંથી કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી પડશે. તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્રીત કરી રાજયના ચૂંટણી પંચને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જિલ્લાનું તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ લોક સંપર્ક વધારવા પ્રયત્નો હાથ ધર્યા છે.

  ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કોંગ્રેસે માંગ કરી હતી કે, આ ચૂંટણી બેલેટ પેપરની મદદથી કરવામાં આવે. ત્યારે, ચૂંટણી પંચે કહ્યુ છે કે, EVMની અછતના કારણે બેલેટ પેપરની મદદથી મતદાન યોજશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે.

  નોંધનીય છે કે, આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ ચૂંટણી પંચ દ્વારા કરાયો હતો. રાજ્ય સરકાર દ્વારા પણ 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાનાર છે એવામાં રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે. હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 14,483 ગ્રામ પચાયતો થશે, આમ હવે ગ્રામ પંચાયતના આંકડામાં પણ વધારો થશે. પંચાયાત વિભાગે ગ્રામપંચાયતોની મંજૂરી માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.


  રાજ્યના 300 ગામો એવા છે જ્યાં વસ્તી 200 લોકોથી ઓછી છે જેમાં કચ્છા સૌથી વધુ 47 ગામોમાં 200 લોકો કરતાં ઓછી વસતી છે. તેવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દીધી છે, એટલું જ નહીં પંચાયત વિભાગે મંજૂરી માટે નોટિફિકેશ પણ જાહેર કર્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Government, ગાંધીનગર, ગુજરાત

  આગામી સમાચાર