Home /News /gujarat /

આખરે મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, જાણો - કયા મંત્રીને મળ્યું કયું ખાતું

આખરે મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, જાણો - કયા મંત્રીને મળ્યું કયું ખાતું

સાત કલાકના અંતે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી...

સાત કલાકના અંતે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી...

તા. 26મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ થયા બાદ તેજ દિવસે કેબિનેટની પ્રથમ બેઠક, યોજાવાની હતી. આ બેઠકમાં ખાતાઓની ફાળવણી થઈ જાય, તેવું આયોજન હતું. જોકે. ત્યારબાદના 48 કલાક સુધી, આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વચ્ચે કઈંક રંધાતુ હોય તેવું સતત લાગ્યા કરતું હોવાનું ચર્ચાતું રહ્યું.

ત્યારબાદ  ગુરૂવારે બપોરે સાડા 3 કલાકે ફરી એક વખત કેબિનેટની બેઠક ખાતા ફાળવણી મુદ્દે બોલાવવામાં આવી હતી. જોકે આ બંને નેતાઓની કથીત રૂપે હૂંસાતૂંસીના લીધે છેક સાત કલાકના અંતે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી.

આંતરીક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણાં, શહેેરીવિકાસ, મહેસુલ, અને નાગરીક પુરવઠા જેવા ખાતા કોને મળવા જોઈએ તે અંગે ખેંચતાણ ચાલી રહી હતી. આ દરમ્યાન એવું પણ કહેવાય છે કે, વડોદરાના ધારાસભ્યોએ પણ તેમના જીલ્લામાંથી મંત્રીપદ કેમ ન ફાળવવામાં આવ્યું તે અંગે મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

તો હવે જોઈએ આખરે કોને કયું ખાતુ ફાળવવામાં આવ્યું...

કેબિનેટકક્ષાના મંત્રી
વિજય રૂપાણી- ગૃહ ખાતુ, માહિતી અને પ્રસારણ
નીતિન પટેલ- માર્ગ, મકાન, આરોગ્ય, નર્મદા અને કલ્પસર
ગણપત વસાવા- આદિવાસી વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા- શિક્ષણ, કાયદો, ન્યાય અને સંસદીય બાબતો
આર.સી.ફળદુ- કૃષિ ગ્રામ્ય વિકાસ અને વાહનવ્યવહાર
ઈશ્વર પરમાર- સામાજિક ન્યાય અને અધિકારીતા
કૌશિક પટેલ- મહેસુલ વિભાગ
સૌરભ પટેલ- નાણાં અને ઉર્જા મંત્રાલય
દિલીપ ઠાકોર- શ્રમ અને રોજગાર
જયેશ રાદડિયા- અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રાલય

રાજ્યકક્ષાના મંત્રી
પ્રદિપસિંહ જાડેજા- ગૃહ રાજ્ય, ઉર્જા અને સંસદીય બાબતો
પરબત પટેલ- પાણી પૂરવઠા અને સિંચાઈનું ખાતુ
બચુ ખાબડ- ગ્રામ વિકાસ મંત્રાલય
પરસોત્તમ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ
જયદ્રથસિંહ પરમાર- કૃષિ, પંચાયત અને પર્યાવરણ
વાસણ આહીર- પછાત વર્ગનુ કલ્યાણ
વિભાવરી દવે- પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ
રમણ પાટકર- વન અને આદિજાતિ વિભાગ
કિશોર કાનાણી- આરોગ્ય અને પરિવાર કલ્યાણ
ઈશ્વર પટેલ- સહકાર વિભાગ
First published:

Tags: Babinet meeting, Cabinet Minister, Gujarat 20 minister in 2017, Gujarat goverment, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन