Home /News /gujarat /ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડ રુપિયાનું પેકેજ કર્યું જાહેર, 682 ગામને મળશે લાભ

ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડ રુપિયાનું પેકેજ કર્યું જાહેર, 682 ગામને મળશે લાભ

રાજ્ય મંત્રી જીતુ વાઘાણી

Gujarat Farmer news: 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારવામાં આવશે.

    ગાંધીનગર: આજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મહત્તવનો નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે, ગુજરાતમાં (Gujarat) અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં ખેડૂતો (Gujarat farmer) માટે 546 કરોડનું પેકેજ (package for Gujarat farmers) જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

    ગોડાઉન માટેની સહાય ડબલ કરવાનો નિર્ણય કરાયો

    આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારવામાં આવશે. ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેના પણ સર્વેની કામગીરી ચાલી રહી છે તે લોકોને પણ મદદ અને સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.



    ડૂતો માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાનો નિર્ણય

    આ સાથે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે માહિતી આપતા જણાવ્યુ કે, વાદળ ફાટવાથી ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં મુખ્યમંત્રીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને ચિંતા કરી હતી. ગુજરાતના તમામ મુસાફરો સુરક્ષિત છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, તો સાથે જ દિવાળી પહેલા વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનું કામ પૂરું કરવામાં આવશે. ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાનો નિર્ણય પણ કર્યો છે. 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ સરકારે ઉભું કર્યું છે. જે બેંકોએ વ્યાજની રકમ કાપી હશે તે ખેડૂતોને તરત મળી જશે.

    એસટીના પ્રશ્નો અંગે શું કહ્યુ?

    એસટીના પ્રશ્નો સંદર્ભે પણ જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર આ મામલે ચિંતિત છે, મુખ્યમંત્રી પણ ચિંતિત છે. કર્મચારીઓ સાથે ચર્ચાના આધારે સમાધાન થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.



    નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં થયેલી અતિવૃષ્ટિના કારણે રાજ્યના ચાર જિલ્લા જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં થયેલા પાકને નુકસાન સામે ખેડૂતોને સહાય આપતું કૃષિ રાહત પેકેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયું છે. જેમાં આ ચાર જિલ્લાના જે ખાતેદાર ખેડૂતના પાકને 33 ટકા અને તેથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 13 હજાર રૂપિયા લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાનો કૃષિ વિભાગે નિર્ણય કર્યો હતો. જે તે જિલ્લા કલેક્ટર દ્વારા અતિવૃષ્ટિથી નુકસાન પામેલા પાકના ગામ જાહેર કરાયા છે તેના ખેડૂતોને જ સહાય મળશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat farmer, ખેડૂત, ગાંધીનગર, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन