ગાંધીનગર: સરકારે બે વર્ષમાં 341.47 કરોડથી વધુ રૂપિયાના ઈ-મેમો ફટકાર્યા, જાણો કેટલા થયા વસૂલ

ગાંધીનગર: સરકારે બે વર્ષમાં 341.47 કરોડથી વધુ રૂપિયાના ઈ-મેમો ફટકાર્યા, જાણો કેટલા થયા વસૂલ
પ્રતિકાત્મક તસવીર

ટ્રાફિક નિયમ ભંગ બદલ કેટલા ઈ મેમા દ્વારા પૈસૈ વસુલવામાં આવ્યા, રાજ્યમાં અકસ્માતથી રોજ કેટલા લોકોના મોત થાય છે. રોડ સેફ્ટી, ખનીજ માફિયાઓ પાસેથી કેટલો દંડ વસૂલાયો? જાણો વગેરે સવાલોના જવાબ

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન  વિધાનસભામાં (Gujarat Assembly) પ્રશ્નોત્તરી ચાલી રહી છે. આજે વિવિધ વિભાગના મંત્રીઓ દ્વારા પ્રશ્નોના જવાબ રજુ કરવામાં આવ્યા જેમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ કેટલા ઈ મેમા દ્વારા પૈસૈ વસુલવામાં આવ્યા, રાજ્યમાં અકસ્માતથી રોજ કેટલા લોકોના મોત થાય છે. રોડ સેફ્ટી, ખનીજ માફિયાઓ પાસેથી કેટલો દંડ વસુલાયો, રોરો ફેરી ખર્ચ તથા લાંચીયા બાબુઓ પાસેથી કેટલી અપ્રમામસર મિલકત ઝડપી પાડવામાં આવી તેવા અનેક પ્રશ્નો પર સરકારે પોતાના જવાબ રજુ કર્યા હતા.
રાજ્યમાં બે વર્ષમાં 72.60 લાખથી વધુ ઈ-મેમા ઈસ્યુ કરાયા. રાજ્યમાં બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 72 લાખ 60 હજાર 552 ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે પૈકી 270 કરોડ 80 લાખ 2 હજાર 258 રૂપિયા વસુલવામાં આવ્યા છે. જ્યારે 2 કરોડ 67 લાખ ૫ હજાર 890 રૂપિયા વસુલવાના બાકી છે.ઈ-મેમો ઈસ્યૂ કર્યા બાદ 80% દંડની રકમ વસુલવામાં આવી નથી. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 26 લાખ 72 હજાર 509 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા, જ્યારે બીજા નંબરે રાજકોટમાં 17 લાખ 83 હજાર 39 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા જ્યારે ત્રીજા નંબરે વડોદરા શહેરમાં 13 લાખ 54 હજાર 39 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા.

આ પણ વાંચો : સુરતના મોટા વરાછામાં બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, 3 શ્રમિકોનાં મોત, ચાર ગંભીર

કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારનો લેખિત જવાબ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગના 26.67 લાખ ઈ-મેમો ઈસ્યુ થયા છે. 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ મામલે રૂ.19.78 કરોડ દંડ જમા થયો. જો કે રૂ. 79.80 કરોડ નો દંડ વસુલવાનો હજુ પણ બાકી છે.  આ મામલે નિયમિત રીવ્યુ કરવામાં આવતો હોવાનો સરકારે જવાબ આપ્યો છે. બાકી રકમ વસૂલવા સરકાર પગલાં ભરતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રોજ 18 લોકોના અકસ્માતથી મોત

રોડ સેફટી મામલે ગુજરાતના નિરાશાજનક આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં રોજના 18 લોકો વાહન અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વાહન અકસ્માતે 13456 લોકો મૃત્યુ પામ્યા છે. તો છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 30377 વાહન અકસ્માતના બનાવો સામે આવ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં વાહન અકસ્માતે 1351 લોકોએ જાન ગુમાવ્યા છે. તો સુરતમાં 1237, રાજકોટ 655 અને કચ્છ માં 578 લોકો માર્ક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.
બે વર્ષમાં રૂ.610 કરોડ 37 લાખની ખનીજ દંડ ફટકાર્યો

બે વર્ષમાં 610 કરોડ 37 લાખનો દંડ ગેરકાયદેસર ખનન સામે 

રાજ્યમાં બે વર્ષમાં ગેરકાયદેસર ખનના 14 હજાર 2 કિસ્સામાં રૂ.610 કરોડ 37 લાખની ખનીજ દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ સામે  માત્ર રૂ.18 કરૉડ 12 લાખની જ વસુલાત કરવામાં આવી છે. 14 હજાર 2 કેસો પૈકી માત્ર 12 કિસ્સામાં જ પોલીસ કેસ કરવામાં આવ્યા છે. આવા ખનિજ માફીયાઓ દંડની રકમ ભરપાઈ ન કરતા માઈન્સ ઍન્ડ મીનરલ્સ ડેવલપમેન્ટ ઍન્ડ રેગ્યુલેશન એકટ 2017  ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની હોય છે. પરંતુ આ બાકી દંડની રકમના માત્ર 30% કરતાં પણ ઓછી રકમની વસુલાત થઈ છે.

આ પણ વાંચો : રાજકોટ : વકીલને પરિણીતા સાથેનો 'સંબંધ' ભારે પડ્યો, મહિલાના પરિવારે ટાંટીયા ભાંગી નાખ્યા

ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા માટે 2 વર્ષમાં ડ્રેજિંગ નો રૂ. 38.65 કરોડનો ખર્ચ થયો

આ બાજુ ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા માટે 2 વર્ષમાં ડ્રેજિંગનો રૂ. 38.65 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર નિયમિત ડ્રેજિંગ ન કરતા હોવાની 5 ફરિયાદો સરકારને મળી છે. ફરિયાદ અંતર્ગત અદાણી પોર્ટ એન્ડ SEZને 85 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. તો અદાણી પોર્ટ એન્ડ SEZનું 20.67 કરોડનું ચુકવણું સ્થગિત કરવામાં આવ્યું છે. ધરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની રૂ. 28.75 કરોડની બેંક ગેરંટી જપ્ત કરવામાં આવી છે.

અપ્રમામસર મિલકત ધરાવતા 60 સરકારી બાબુ સામે કેસ કરવામાં આવ્યા

અપ્રમામસર મિલકત ધરાવતા 60 સરકારી બાબુ સામે કેસ કરવામાં આવ્યા
સરકારી બાબુઓ પર અપ્રમાણસર મિલકત અંગે સરકાર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સરકારી બાબુઓ પાસે અપ્રમાણસર મિલકતના 60 કેસો સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ રજુ કરતા જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં 33 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અને 11 અધિકારીઓ સામે ચાર્જશીટ થઈ છે. અપ્રમાણસર મિલકતના કેસોમાં 29 અધિકારીઓને ફરજ મોકૂફ કર્યાની પણ વિગત સામે આવી છે.

આ પણ વાંચો : સુરત : Lockdownની બીકે પર પ્રાંતિયોનું 'પલાયન' શરૂ, નગરસેવકો દોડતા થયા

વિકાસના દાવાઓ કરતી ભાજપ સરકારમાં ડેમોના કામ ના થયા

વિકાસની મોટા-મોટા દાવા સામે ભાજપ સરકારમાં ડેમોના કામ થયા નથી. ભાજપના સાશનના 25 વર્ષમાં માત્ર 19 ડેમો જ નિર્માણ થયા છે. હાલ રાજ્યમાં મધ્યમ અને મોટા 136 ડેમો છે. કુલ ડેમો પૈકી 1995 પહેલાથી 107 મધ્યમ અને મોટા ડેમો નિર્માનાધિન છે. ભાજપ સાશનમાં જ વિકાસ થયાના દાવાઓ પોકળ સાબિત થયા છે.  ભાજપ સાશનમાં ગુજરાતમાં માત્ર 17 ડેમો જ બન્યા છે.
Published by:Jay Mishra
First published:March 23, 2021, 18:27 pm