Home /News /gujarat /

Gujarat Farmers: અમે ખેડૂતો માટે વધારે ભાવ આપીને પણ વીજળી ખરીદી છે, કોંગ્રેસ માત્ર રાજનીતિ કરે છે: જીતુ વાઘાણી

Gujarat Farmers: અમે ખેડૂતો માટે વધારે ભાવ આપીને પણ વીજળી ખરીદી છે, કોંગ્રેસ માત્ર રાજનીતિ કરે છે: જીતુ વાઘાણી

જીતુ વાઘાણી

Gujarat farmers protest for Electricity: 'રાજ્ય સરકાર ખેડૂતો માટે ચિંતિત છે. જેથી વધારે ભાવ આપીને પણ અમે વીજળી ખરીદી રહ્યા છીએ.'

  ગાંધીનગર: રાજ્ય સરકારે (Gujarat Government) ખેડૂતોને (Gujarat farmers) આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. જે બાદ ખેડૂતોને નિયમિત વીજળી ન મળતા આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આ સાથે કોંગ્રેસે પણ વિધાનસભા પરિસરમાં વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ ગુજરાત ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ખેડૂતો માટે ચિંતિત છે. જેથી વધારે ભાવ આપીને પણ અમે વીજળી ખરીદી રહ્યા છીએ. આપણે હાલ પાવર એક્સેસ વાપરીએ છીએ અને વીજકંપનીઓ પાસે એટલો સપ્લાય નથી. આ બાબત આપણા હાથમાં નથી.

  'કોંગ્રેસ માત્ર રાજનીતિ કરી રહી છે'

  જીતુ વાઘાણીએ વઘુમાં જણાવ્યુ કે, રાજ્યમાં પાવરના બે ચાર દિવસથી ક્રાઇસિસ છે. રાજ્ય સરકરે ખેડૂતો માટે ઊંચા ભાવે પણ વીજળી ખરીદી છે. જેથી ખેડૂતોને પાણી મળે અને તેમનો પાક બચે એ સૌથી પહેલી અમારી પ્રાથમિકતા છે. કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરવા સિવાય કોઇ કામ નથી, પરંતુ રાજ્યનો ખેડૂત શાણો છે અને સમજે છે. ખેડૂતો માટે સુજલામ સુફલામ, સૌની યોજના વર્ષોથી છે, ચેક ડેમ કરવા, તેમને ઉંડા ઉતારવા તે કોંગ્રેસે સમજાવ્યું નહીં. કોંગ્રેસ માત્ર રાજનીતિ કરી રહી છે.

  'કેટલીક બાબતો અમારા હાથમાં નથી'

  જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, રાજ્યમાં પાણીની, સિંચાઇની, અનાજ માટે ગોડાઉનની વ્યવસ્થાઓ કરી એટલે ખેડૂતો વીજળી માંગે છે. જ્યારે કોંગ્રેસે આ વ્યવસ્થાઓ જ કરી ન હતી. કોંગ્રેસના રાજમાં અને ભાજપના રાજમાં કોણે ખેડૂતોની ચિંતા કરી, કોણે વીજળી ન આપી? રાજ્યની સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. રાજ્ય સરકાર ખેડૂતો માટે વધુ ભાવે પણ વીજળી લે છે. પરંતુ કેટલીક બાબતો અમારા હાથમાં નથી. ખેડૂતોની તકલીફ અમારી તકલીફ છે, ખેડૂતોની વ્હારે હંમેશા ભારતીય જનતા પાર્ટી છે.  જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, આજે ખેડૂતો આનંદમાં છે કે, તેમને પંદર દિવસે કૃષિના જોડાણો મળી જાય છે. હું નાનો હતો ત્યારે કોંગ્રેસના સાશનમાં આ જોડાણ મળ્યું નહીં. એ લોકો ખેડૂતો ચિંતા કરતા નથી. 30 સપ્ટેમ્બર સુધીમાં બાકી રહેતા જોડાણ ખેડૂતોને અપાશે. રાજ્યની સરકાર ખેડૂતોના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.

  આ પણ વાંચો- નડિયાદ લવ જેહાદ: યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે મોકલી દીધી દુબઇ, પરત બોલાવી રોજ આચરતો હતો દુષ્કર્મ  કોંગ્રેસનું વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન

  ખેડૂતોને વીજળી મળે તે માટે આજે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા પરિસરમાં વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ પણ વીજળી મળતી નહીં હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના સભ્યોએ આજે વિધાનસભા પરિસરમાં બેસીને દેખાવો કર્યાં હતાં.કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ધારાસભ્ય લલિત વસોયાએ અર્ધનગ્ન થઈને આ મુદ્દે વિરોધ નોંધાવતા સરકારને ચિમકી આપી હતી કે, 'બે દિવસ વીજળીના આ જ ધાંધીયા રહેશે તો હું સંપૂર્ણ નગ્ન થઈને ગૃહમાં જઈશ.'
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ખેડૂત, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત સરકાર

  આગામી સમાચાર