અમદાવાદ: ધોરણ 10 પછી ઘણા વિધાર્થીઓ એન્જિનિયરિંગના ડિપ્લોમા કોર્ષમાં (Diploma Engineering) પ્રવેશ મેળવીને પોતાની કારકિર્દી બનાવતા હોય છે. પરંતુ સરકારના એક મોડા લેવાયેલા નિર્ણયના કારણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સરકારી કોલેજોમાં (Diploma Engineering course in Government Colleges) 5300 બેઠકોમાંથી 300 જ બેઠકોમાં રજિસ્ટ્રેશન થયું અને 5 હજાર બેઠકો ખાલી રહી છે. ઓછી સીટો ભરાતા આ વખતે કેટલાક કોર્ષ બંધ કરવા પડે તેવી પણ સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારની ઢીલી નીતિને કારણે ખાનગી કોલેજોને ફાયદો થયો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં સરકારી કોલેજ ખાલી રહી છે તો બીજી તરફ ખાનગી કોલેજોને વધુ વિદ્યાર્થીઓ મળ્યા છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં 35% ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી મોડી આપવામાં આવતા મોટાભાગની સીટો ખાલી રહેવા પામી છે. સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં 5300 બેઠકોની સામે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ 300 રજીસ્ટ્રેશન થતા બેઠક ખાલી રહી છે.
ડિપ્લોમા કોલેજ દ્વારા ધોરણ-10નું પરિણામ આવ્યા બાદ જ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે પરંતુ રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની ઢીલી નીતિના કારણે દિવાળીના વેકેશનમાં એડમિશનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રક્રિયા શરૂ થતા હવે મોટાભાગની સીટો ખાલી રહેવા પામી છે.
કોલેજ સંચાલકોની કહેવું છે કે, સરકાર દ્વારા વહેલી જાહેરાત કરવામાં આવી હોત તો પંદરસો જેટલી સીટો વધુ ભરાઈ હોત. પરંતુ મોડી જાહેરાત થતા વિદ્યાર્થીઓ નહીં મળે ખાનગી કોલેજો એ કન્ડિશનલ એડમિશન આપ્યા હોવાથી 8000 સીટો વધુ ભરાશે.
મહત્વનું છે કે, ગુજરાત બોર્ડની માર્કશીટ માં 287 ગુણ ગ્રેસિંગના દર્શાવતા દોઢ લાખ વિધાર્થીઓને અન્યાય થયો હતો. જ્યારે CBSE બોર્ડના વિધાર્થીઓએ માર્કશીટમાં ગ્રેસિંગ માર્ક્સની જગ્યાએ સીધા 35 ગુણ લખવામાં આવતા હતા. જેથી CBSEના વિધાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ આસાનીથી મળી જાય પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોઈ સરકારમાં રજુઆત કરાઈ હતી. જેને પગલે મોડે મોડે સરકાર દ્વારા 35 ટકા ગ્રેસીંગ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રવેશ આપવાની જાહેરાત કરાઇ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર