Home /News /gujarat /

રાજય સરકારનો નિર્ણય: મા કાર્ડ-આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ ખાનગી હૉસ્પિટલમાં પણ કોરોનાની સારવાર લઈ શકશે 

રાજય સરકારનો નિર્ણય: મા કાર્ડ-આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ ખાનગી હૉસ્પિટલમાં પણ કોરોનાની સારવાર લઈ શકશે 

પ્રતીકાત્મક તસવીર

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે.

કોરોનાના (coronavirus) વધી રહેલા કેસો મામલે હાઈકોર્ટ (Gujarat Highcourt) રાજ્ય સરકારની (Gujrarat Government) કામગીરીથી નારાજ છે . આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે  “ કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી નોંધીને સુનાવણી હાથ ધરી છે . હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે ૧૫ એપ્રિલે આપેલા સોગંધનામામાં જણાવ્યું હતું કે,  મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં (maa card, Ayushman bharat) કોરોના સારવારનો (corona treatment) સમાવેશ કરવામાં આવ્યો છે . ગત ૧૫મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંધનામું રજૂ કર્યું હતું . જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ -૧૯ની સારવારને પણ શામેલ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે સોગંધનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડયે કોઈપણ હૉસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે.

Idea: અમદાવાદની આ સોસાયટીએ ક્લબ હાઉસને બનાવી દીધી હૉસ્પિટલ, કોરોનાના દર્દીઓ લઇ રહ્યાં છે સારવાર

વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે. જેથી એ-સિમ્પ્ટોમેટીક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય. નોંધનીય છે કે , હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિઆની બેંચે સુઓમોટો હેઠળ નોંધેલી PILની સુનાવણી તાજેતરમાં જ હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી, જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ પણ સુનાવણીમાં ઓનલાઇન ભાગ લીધો હતો.

સુરત: પરિણીતાને પામવા માટે પ્રેમીએ કર્યું એવું કારસ્તાન કે, પ્રેમિકાએ જ નોંધાવી પોલીસ ફરિયાદ

હાઈકોર્ટની બેન્ચે આ સુનાવણીમાં સરકાર હાલ જે રીતે કોવિડ -૧૯ની સ્થિતિનું સંચાલન કરી રહી છે એની નીતિઓ અંગે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લોકોને સારવાર મેળવવામાં, રેમડેસિવિર ઈજેશનની અછત તેમજ હજી પણ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં લોકોના ભેગા થવા અંગે હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી .આ પહેલા ૧૨ એપ્રિલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની તતડાવી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. જમકે,રેમડેસિવિર ઈજેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્વેક્શન કેમ નથી મળી શકતાં? હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર ૪૦ એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે? આવા સવાલો કરીને હાઈકોર્ટે તુરંત આકરાં પગલાં લેવા સરકારને તાકીદ કરી હતી .
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ayushman bharat, Coronavirus, Gujarat Government, Maa card

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन