સરકારનો મોટો નિર્ણય: RT-PCR ન હોય તો સિટી સ્કેન રિપોર્ટના આધારે સરકારી હૉસ્પિટલમાં દાખલ થઈ શકાશે

સરકારનો મોટો નિર્ણય: RT-PCR ન હોય તો સિટી સ્કેન રિપોર્ટના આધારે સરકારી હૉસ્પિટલમાં દાખલ થઈ શકાશે
પ્રતીકાત્મક તસવીર

જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે.

 • Share this:
  ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) જ્યારે કોરોના મહામારીનો (corona pandemic) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર (Gujarat Government) પણ એલર્ટ મોડ પર આવી ગઇ છે. આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોના જ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. જેમાં ઓક્સિજન (Oxygen) અને રેમડેસિવીર ઇન્જેક્શ (remdesivir Injection) અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં મહત્ત્વનાં બે નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે કોરોનાના દર્દી પાસે આરટીપીસીઆરનો રિપોર્ટ (RTPCR) નહીં હોય તો સિટી સ્કેનના (CT Scan) રિપોર્ટનાં આધારે પણ દાખલ કરી શકાશે. આ સાથે અન્ય નિર્ણય લેવાયો છે કે, રેમડેસિવીર ઇન્જેક્શનો માટે પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવશે.

  આ બેઠકમાં ઓક્સિજનના કુલ ઉત્પાદન સામે વપરાશ વધારે હોવાની વાત પણ ચર્ચાઇ હતી. આ સાથે રેમડેસિવીરની અછત અંગે પણ ચર્ચા થઇ હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે.  આ પણ વાંચો-

  સૈરાષ્ટ્રના આ તાલુકામાં કોરોના વેક્સિનેશનની 100 ટકા કામગીરી થઇ છે પૂર્ણ, જોરદાર વિચારથી બાળકો પણ લાગ્યા હતા કામે

  જામનગર: રસ્તાઓ પર સંતના પોસ્ટરો લગાવી અપમાન કરનાર સામે ફરિયાદ, જાણો આખો મામલો

  નોંધનીય છે, કે આરટીપીસીઆરનો રિપોર્ટ આવતા એકથી બે દિવસનો સમય લાગી રહ્યો છે. ત્યારે જો સિટી સ્કેનનો રિપોર્ટમાં ગંભીરતા જણાતી હોય તો તેના આધારે પણ દર્દીને સારવાર આપી શકાશે. જેના કારણે દર્દીની સારવારમાં થોડું પણ મોડું ન થાય અને સારવાર શરૂ થઇ જાય.  1,63,500 રેમડેસિવીર ઈન્જેક્શન ગુજરાતને ફાળે

  મહત્ત્વનું છે કે, આજે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને રેમડેસિવિર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતને આગામી 10 દિવસ સુધી એટલે કે 30 એપ્રિલ સુધીમાં 1,63,500 રેમડેસિવીર ઈન્જેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાંથી 1,20,000 ઈન્જેક્શન અમદાવાદની જ કંપની ઝાયડસના હશે. કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે.
  Published by:Kaushal Pancholi
  First published:April 22, 2021, 13:12 pm

  ટૉપ ન્યૂઝ