ગાંધીનગર: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (IOCL) રૂપિયા હજાર કરોડના રોકાણોના 6 પ્રોજેકટસ વડોદરામાં (Vadodara) સ્થાપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની (Petroleum minister Dharmendra Pradhan) ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. વડોદરા આઈઓસી (Vadodara IOC) રિફાયનરીનાં એક્સપાન્સન અંગે કરાર કરવામાં આવ્યો છે. આઈઓસીએલનો વ્યાપ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 24 હજાર કરોડના રોકાણના વિવિધ સમજૂતી કરારો કરવામાં આવ્યા છે.
આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ કરારને કારણે ગુજરાતમાં રોજગારી વધશે, ગુજરાતને સસ્તા ભાવે કાચો માલ મળશે. તેમણે કોરોનાકાળમાં ગુજરાતને મહામારીમાંથી જલ્દી બહાર આવવા બદલ અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું આ વખતે ઓક્સિજનની બધાને અછત હતી. પરંતુ આજે આપણે એક જ દિવસમાં 10 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરીએ છીએ. ગુજરાતે પોતાની જરુરિયાતના ઓક્સિજન ઉપરાંત દેશની જરૂરિયાતને પણ પુરી પાડી છે.
વડોદરા આઈઓસી રિફાયનરીનાં એક્સપાન્સન પ્લાન્ટમાં આપણે એક ઓક્સિજન પ્લાન્ટ પણ ચાલુ કરીશું.જેનાથી ગુજરાતમાં એડિશનલ ઓક્સિજનની પણ કેપેસિટી વધશે.
" isDesktop="true" id="1102885" >
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આદેશ પ્રમાણે આઈઓસી જે મજૂરો છે તેમના માટે પણ પ્રધાનમંત્રી નિવાસ બનાવવામાં આવશે. આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબ સ્કિમ બને. આઈઓસીમાં જે પણ મજૂરો બહારથી આવીને કામ કરશે તેમની પણ ચિંતા અમને છે.