કોવિડમાં ફરજ નિભાવતા ગુજરાતનાં ઈન્ટર્ન ડૉક્ટર્સ 14મી ડિસેમ્બરથી હડતાળ પર, સોશિયલ મીડિયામાં છેડ્યુ અભિયાન

કોવિડમાં ફરજ નિભાવતા ગુજરાતનાં ઈન્ટર્ન ડૉક્ટર્સ 14મી ડિસેમ્બરથી હડતાળ પર, સોશિયલ મીડિયામાં છેડ્યુ અભિયાન
રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં MBBS ઈન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવા મામલે ડોકટર્સે 14 ડિસેમ્બરથી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે

રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં MBBS ઈન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવા મામલે ડોકટર્સે 14 ડિસેમ્બરથી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
અમદાવાદ : રાજ્યના સરકારી હૉસ્પિટલના ઈન્ટર્ન ડોકટર્સે હવે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ છેલ્લા માર્ચ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં MBBS ઈન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવા મામલે ડોકટર્સે 14 ડિસેમ્બરથી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જે મામલે તબીબોએ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે.

14મી ડિસેમ્બરે રાજ્યના કોવિડમાં ડ્યુટી કરતા 800  MBBS ડોકટર્સની હડતાળનું એલાન કર્યું છે.  આ હડતાળમાંઅમદાવાદના 300 તબીબો પણ જોડાશે. સરકારી હૉસ્પિટલમાં ફરજ બજાવતા MBBS ઈન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઈપેન્ડ વધારવા સરકારને અરજી કરી છે. ડોક્ટર્સે જણાવ્યું કે, મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી કરતા ગુજરાતમાં સ્ટાઈપેન્ડ ઓછું આપવામાં આવે છે. અહીં ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરને માત્ર 12,800 રૂપિયા આપવામાં આવે છે.જેની સામે ઈન્ટર્ન ડોકટર્સને સ્ટાઈપેન્ડ 20 હજાર રૂપિયા કરવાની માંગ કરી છે.

લગ્ન બાદ મોટેમોટેથી હોર્ન વગાડવા, ચિચિયારીઓ પાડવી જાનૈયાઓને ભારે પડી, પોલીસ સાથે થયું ઘર્ષણ

આજે રવિવારે પણ ગુજરાતમાં માવઠાની આગાહી, સોમવારથી શરૂ થશે કાતિલ ઠંડીપશ્ચિમ બંગાળમાં ઈન્ટર્ન ડોકટર્સને 28 હજાર જેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જ્યારે દિલ્હીમાં ઈન્ટર્નને સ્ટાઈપેન્ડ ઉપરાંત કોવિડ ડ્યુટી કરતા ડોકટર્સને 8 કલાકના 1000 અને 12 કલાકના 2 હજાર ઇનસેન્ટિવ આપવામાં આવે છે. કોરોનામાં નર્સ અને અન્ય સફાઈ કર્મચારીઓ કરતા પણ MBBS ડોક્ટરને ઓછું સ્ટાઈપેન્ડ આપવામાં આવી રહ્યું છે.કોરોનાની કપરી પરિસ્થિતિમાં સતત કામ કર્યું હોવાથી સ્ટાઈપેન્ડમાં વધારો કરવા માંગ કરી છે. જેની સતત 15-20 દિવસથી રજુઆત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય કમિશનર અને આરોગ્ય સચિવને કરી છે.  જે મામલે હવે 14મીથી તબીબો હડતાળ પર જશે. દરેક સરકારી કોલેજમાં ઈન્ટર્ન ડોક્ટર્સ કામકાજથી અળગા રહેશે. મહત્વનું છે કે, કોરોના કાળમાં ફરજ બજાવતા ડોકટર્સની કામગીરીને એક તરફ બિરદાવવામાં આવે છે. બીજીતરફ એ જ તબીબીને અન્યાય થતા ઈન્ટર્ન તબીબો નારાજ થયા છે.
Published by:Kaushal Pancholi
First published:December 13, 2020, 10:20 am

ટૉપ ન્યૂઝ