Home /News /gujarat /આજથી ગુજરાતમાં અનેક છૂટછાટ, ફટાફટ જાણી લો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લું

આજથી ગુજરાતમાં અનેક છૂટછાટ, ફટાફટ જાણી લો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લું

24મી જૂને એટલે આજથી રાજ્ય સરકારે અનેક છૂટછાટો આપી છે. આ છૂટછાટોનો 10 જુલાઈ સુધી અમલ રહશે

24મી જૂને એટલે આજથી રાજ્ય સરકારે અનેક છૂટછાટો આપી છે. આ છૂટછાટોનો 10 જુલાઈ સુધી અમલ રહશે

  કોરોના વાયરસની મહામારીને (Corona Pandemic) નિયંત્રણમાં લાવવા માટે રાજ્યના (Gujarat) 36 શહેરોમાં આશિંક લોકડાઉન (lockdown) લગાવવામાં આવ્યું હતું. હવે થોડા સમયથી કોરોનાનો કહેર ધીરે ધીરે શાંત થતો દેખાય રહ્યો છે ત્યારે સરકારે આંશિક બંધમાં છૂટ આપી છે. 24મી જૂને એટલે આજથી રાજ્ય સરકારે અનેક છૂટછાટો આપી છે. આ છૂટછાટોનો 10 જુલાઈ સુધી અમલ રહશે. ત્યાર બાદ નવી સૂચનાઓ બહાર પાડવામાં આવશે.

  નાઇટ કર્ફ્યૂમાં રાહત

  આ છૂટછાટનાં નિર્ણયનો આજથી સમગ્ર ગુજરાતમાં અમલ કરવામાં આવશે. જેમાં 18 શહેરોને નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની રાહત મળી છે. રાત્રિ કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આમ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ મોરબી, ભુજ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ શહેરોમાં ધંધાકીય એકમો 9 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. જ્યારે આજથી 18 શહેરોને રાત્રિ કર્ફ્યૂ મુક્ત થયા છે. સરકારે જે શહેરોને કોરોના કર્ફ્યૂમાંથી મુક્ત કર્યા છે ત્યાં કોઈ પણ નિયમો સિવાય કોવિડ-19ની કેન્દ્ર સરકારની ગાઇડલાઇન લાગુ થશે નહીં. આ શહેરોમાં અગાઉની કોવિડ ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરના વ્યાપક ઉપયોગ સાથે સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયાસ કરાશે.

  બનાસકાંઠા: પુત્રની ઘેલછામાં ત્રણ દીકરીઓ સાથે માતાને કાઢી મૂકી બીજી પત્ની માટે પહેરેલા દાગીના પણ લઇ લીધા

  હોટલ્સ 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

  નાઈટ કર્ફ્યૂનો અમલ છે એવા આ 18 મહાનગરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. જ્યારે હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રખાશે.. આ ઉપરાંત અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકો સામેલ થઈ શકશે. જ્યારે સામાજિક-રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકોને બોલાવી શકાશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.

  જામનગર: ACB એ છટકું ગોઠવ્યું, ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, PSI ફરાર

  સિનેમાઘરો ખૂલશે

  આજથી રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. જ્યારે રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

  રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના વ્યક્તિનું નામ ઉમેરવું હોય તો આ છે એકદમ સરળ સ્ટેપ્સ
  " isDesktop="true" id="1108767" >  શું હજી બંધ રહેશે?

  જોકે, હજી બાળકો માટે શાળા શિક્ષણ, કોચિંગ ક્લાસ, સ્પા, વોટર પાર્ક્સ, સ્વિમિંગ પૂલ ઓફલાઇન રહેશે. આ સુવિધાઓ ચાલુ કરવા અંગે હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યાં નથી. જો સ્થિતિ આવી જ રહે તો સરકાર ટૂંક સમયમાં વધુ છુટછાટો સાથે રાજ્યને ફરીથી રાબેતા મુજબ કરવાની કવાયત કરશે તેવું સુમાહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन