મહેસાણાઃ ગુજરાતમાં (Omicron Cases in Gujarat) કોરોનાના નવા વેરિયન્ટના કેસ (new variant of the Corona Omicron) સતત વધી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનનો (Omicron in Mehdana) આજે પહેલો કેસ (The first case of Omicron in Mehsana) નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના 41 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં હવે ઓમિક્રોનના કુલ પાંચ કેસ નોંધાયા છે.
ઓમિક્રોન સંક્રમિતની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
ઓમિક્રોન સંક્રમિત આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાના સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા માટે અહીં આવ્યા હતા. તેમના પરિવારજનોનો કોરોના ટેસ્ટ કરાતા તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં વિજાપુરની આ મહિલા ઓમિક્રોન સંક્રમિત થવાથી આરોગ્ય વિભાગ સામે એક મોટો પડકાર આવ્યો છે. જે લોકો વિદેશથી આવ્યા તેમનામાં ઓમિક્રોનના કોઈ લક્ષણ દેખાયા નથી. પરંતુ આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમ છતાં ઓમિક્રોન સંક્રમિત થઇ છે.
અમદાવાદ સિવિલમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીની સારવાર ચાલી રહી છે. આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડ હોસ્પિટલમાં એક દર્દી ઓમિક્રોન(શંકાસ્પદ)ની સારવાર હેઠળ છે. 48 વર્ષના મૂળ આણંદના રહેવાસી દર્દીનું સેમ્પલ જીનોમ સિકવન્સીગ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે. 1200 હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓમિક્રોનના અલાયદા વોર્ડમાં દર્દી સારવાર હેઠળ છે.
ભારતમાં કુલ 73 કેસ સામે આવ્યા
ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ આવી ચૂક્યા છે. સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીની રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં મળેલા ચાર નવા સંક્રમિતોમાંથી 2 દર્દી ઉસ્માનાબાદ, 1 મુંબઈ અને એક બુલઢાણાનો છે. આમાંથી ત્રણ દર્દીઓનું વેક્સીનેશન થઈ ચૂક્યું છે. સંક્રમિતોમાં એક મહિલા અને 16થી 67 વર્ષના વયજૂથના ત્રણ પુરુષ છે. આ બધા દર્દી લક્ષણ વિનાના છે તો પ્રદેશમાં કોરોનાના આજે 925 નવા કેસ સામે આવ્યા છે અને 10 મૃત્યુ પણ નોંધાયા છે.