Home /News /gujarat /

Gujarat farmer: ગુજરાતના તાતની મૂંઝવણ! વાવણી કરવા ખેતરમાં જઇએ કે ડીઝલ માટે લાઇનમાં ઉભા રહીએ?

Gujarat farmer: ગુજરાતના તાતની મૂંઝવણ! વાવણી કરવા ખેતરમાં જઇએ કે ડીઝલ માટે લાઇનમાં ઉભા રહીએ?

ડીઝલની અછત

Gujarat news: ડીઝલની અછતને કારણે ખેડૂતોને પંપો પર લાઇન લગાવીને કલાકો ઉભુ રહેવું પડે છે. આ સાથે બધા પંપો પર ડીઝલ ન હોવાને કારણે તેમને ઘણીવાર રઝળપાટ પણ થઇ રહ્યો છે. જોકે રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ઇંધણની અછત માત્ર અફવા ગણાવી છે.

વધુ જુઓ ...
    અરવલ્લી: છેલ્લા થોડા દિવસોથી ડીઝલ અને પેટ્રોલનો અપૂરતો જથ્થો હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં ખેડૂતોની ચિંતા વધી છે. એકતરફ આ વખતે ચોમાસાના આગમન સાથે સારો વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ ડીઝલની અછતને કારણે ખેડૂતોને પંપો પર લાઇન લગાવીને કલાકો ઉભુ રહેવું પડે છે. આ સાથે બધા પંપો પર ડીઝલ ન હોવાને કારણે તેમને રઝળપાટ પણ થઇ રહ્યો છે. જોકે, આ પરિસ્થિતિમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ઇંધણની અછત માત્ર અફવા ગણાવી છે.

    ડીઝલ નથીના બોર્ડ લાગ્યા

    આ અંગે પાલનપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર તપાસ કરતા સામે આવ્યું કે, આબુ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે. આ પંપોના સંચાલકોએ જણાવ્યું હતું કે, હાલમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલુ છે. હાલ કોઇ પ્રકારની તકલીફ નથી. જે ગ્રાહકો આવે છે તેમને પૂરતું ડીઝલ મળે રહે છે. જ્યારે અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ નથી એવા બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપનો રોડ ‘પૂજ્ય હીરાબા માર્ગ' તરીકે ઓળખાશે

    'સારો વરસાદ છે તો ઇંઘણ નથી'

    આ સાથે અરવલ્લી જિલ્લાના ખેડૂતો જણાવે છે કે, ડીઝલની શોર્ટેજથી અમે પરેશાન થઇ ગયા છે. જિલ્લાના 5 ટકા પંપો પર જ ડીઝલ લાગી રહ્યું છે. જેથી પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. વાવણીના સમયે જ ડીઝલ ખૂટતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ જણાવે છે કે, એક તરફ સારો વરસાદ થતા વાવણીનો સમય આવ્યો છે તો બીજી બાજુ ડીઝલ મળતું નથી તો અમે ખેતી કઇ રીતે કરીએ.

    ખેડૂતોની હાલત


    આ પણ વાંચો: યુવતીઓ ખાસ વાંચે: અમદાવાદમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને..

    'ખેતરોને બદલે અમારે લાઇનોમાં ઉભા રહેવું પડે છે '

    અન્ય એક ખેડૂતે જણાવ્યું કે, હાલ અમારે મગફળીની સિઝન શરૂ થઇ ગઇ છે. તો વાવણી માટે અમારે ડીઝલની ઘણી જ જરૂર હોય છે. પરંતુ ડીઝલ સહેલાઇથી મળી નથી રહ્યું. હું 10થી 15 પંપો ફરીને આવ્યો પણ એક જ જગ્યાએ મને ડીઝલ મળ્યું. અમારે અત્યારે ખેતરોમાં કામ કરવાને બદલે અહીં લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને સમય બગાડવો પડે છે.



    'અફવાઓથી દૂર રહેવું '

    વલસાડમાં સુશાસનના 8 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પેટ્રોલ-ડીઝલની અછત અંગે નિવેદન સામે આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈંધણની અછત માત્ર અફવા છે. અત્યારે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે વીજ કટોકટી મામલે જે પ્રકારે પગલાં ભર્યા છે, તે પ્રકારે આ મુદ્દે પણ સરકાર પ્લાનિંગ કરી રહી છે. અત્યારે રાજ્યમાં ઈંધણની કોઈ પ્રકારની અછત નથી. જેથી લોકોએ આ પ્રકારની અફવાથી દૂર રહે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat farmer, ખેડૂત, ગુજરાત, બનાસકાંઠા

    આગામી સમાચાર