Home /News /gujarat /

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, રવિવારે 4 કલાકે થશે અંતિમ સંસ્કાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, રવિવારે 4 કલાકે થશે અંતિમ સંસ્કાર

માધવસિંહ સોલંકી

રવિવારે બપોરે 4 કલાકે માધવસિંહ સોલંકીની અંતિમ વિધિ કરવામાં આવશે. દિલ્હીના વરિષ્ઠ નેતા આવતી કાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે.

  ગુજરાતના (Gujarat) પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું (Madhav Singh Solanki) દુખદ નિધન થયું છે. માધવસિંહ સોલંકીએ 94 વર્ષે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના (Bharat Singh Solanki) પિતા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રાજ્યના વિકાસમાં સિંહફાળો રહેલો છે. ભરતસિંહ સોલંકી આવતી કાલે એટલે રવિવારે સવારે અમેરિકાથી પરત ફરશે જે બાદ બપોરના 4 કલાકે માધવસિંહ સોલંકીની અંતિમ વિધી કરવામાં આવશે. દિલ્હીના વરિષ્ઠ નેતા આવતી કાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે.

  ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી પદે પણ હતા

  માધવસિંહ સોલંકી કૉંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવેલા.

  ગુજરાતમાં ચારવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

  માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે.  તેઓ વર્ષ 1976-1980-1985-1989માં ગુજરાતનાં સીએમ બન્યા હતા. પહેલીવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોંગ્રેસ સત્તા પર આવી અને 7 જૂન, 1980નાં રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા, જે 10 માર્ચ 1985 સુધી પદ પર રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની, 11 માર્ચ 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં તેમણે 6 જૂલાઈ 1985માં રાજીનામું આપવું પડ્યુ હતુ. ચોથીવાર 10 ડિસેમ્બર 1989થી 4 માર્ચ 1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.

  માધવસિંહ સોલંકીએ કરાવી હતી 'મધ્યાહન ભોજન' યોજનાની શરૂઆત, જાણો આખો કિસ્સો

  ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠકો જીતવાાનો રેકોર્ડ બનાવ્યો હતો

  માધવસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો  રેકોર્ડ બનાવ્યો હતો. જેને હજી સુધી નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા. આ ઉપરાંત ગુજરાતના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે.

  માધવસિંહ સોલંકીના શાસનકાળમાં ઉદ્યોગ, વીજળી, સિંચાઇ, શિક્ષણ, કન્યા કેળવણી, મફત શિક્ષણ જેવા સુધારાથી ગુજરાતના વિકાસમાં ઘણી ઝડપ આવી હોવાનું માનવામાં આવે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: કોંગ્રેસ, ગુજરાત

  આગામી સમાચાર