અરવલ્લી: ઉર્જા વિભાગની (Gujarat Energy department alleged scam) ભરતી કૌભાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) અરવલ્લી જીલ્લાના ભાજપ મહામંત્રી અવધેશ પટેલની (BJP Arvalli Mahamantri Avdhesh Patel) મુખ્ય ભૂમિકાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે આજે અવધેશ પટેલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, 'હું માનસિક રીતે કંટાળ્યો હોવાથી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જો મારું ઇન્વોલમેન્ટ હોય તો કાયદાકીય કાર્યવાહીમાં મારો સહકાર ન હોય. યુવરાજ સાબિત કરી બતાવે કે, મેં વિદ્યાર્થી પાસે પૈસા લીધા છે.
'હું યુવરાજ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરીશ''
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'હું યુવરાજ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવા જઇશ. મને શંકા તો છે પણ મારે અત્યારે કાંઇ જાહેર નથી કરવું. આ એક રાજકીય બદનામી કરવાનો સ્ટંટ છે. '
'હું કોઇ શિક્ષક નથી'
અવધેશ પટેલે વધુમાં જણાવ્યા પ્રમાણે, યુવરાજસિંહે મને શિક્ષક કહ્યો પરંતુ હું શિક્ષક નથી હું પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છું. હું કોઇ ક્લાસીસ નથી ચલાવતો કે કોઇ શિક્ષક નથી. સ્થાનિક પંચાયતની ચૂંટણી પુરી થઇ છે જેને કારણે આ કોઇ કાવતરું લાગી રહ્યું છે. આથી વિશેષ કાંઇ હોય એમ લાગી નથી રહ્યુ. મને જાણવા મળ્યું હતુ કે, ધનસુરામાં યુવરાજસિંહ આવ્યા હતા જેથી કોઇ કાવતરું થયું હોય એમ લાગી રહ્યુ છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ગઇકાલે જ્યારે તમારુ નામ આ કૌભાંડમાં બહાર આવ્યું પછી પોલીસનો સંપર્ક કર્યો હતો કે નહી? આ અંગે તેમણે જણાવ્યુ કે, આ અંગેની પોલીસ ફરિયાદ થઇ નથી એટલે ત્યારે કોઇ સંપર્ક નથી કર્યો પરંતુ હવે હું મારા વકીલની સલાહ લઇને આગળની કાર્યવાહી કરીશ.
'કૌભાંડમાં સંડોવાયેલો હશે તો કડક કાર્યવાહી કરાશે.'
નોંધનીય છે કે, ગઇકાલે અરવલ્લી જીલ્લાના ભાજપ મહામંત્રી અવધેશ પટેલની મુખ્ય ભૂમિકાના આક્ષેપ લાગ્યા હતા. જે બાદ ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે જણાવ્યું હતુ કે, ભાજપનો કાર્યકર પણ ભરતી કૌભાંડમાં સંડોવાયેલો હશે તો તેની વિરૂધ્ધ પોલીસ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત પક્ષ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર