મહેસાણામાં GEB કર્મચારી રૂપિયા એક હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

News18 Gujarati
Updated: July 11, 2019, 10:19 PM IST
મહેસાણામાં GEB કર્મચારી રૂપિયા એક હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે દુકાનદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માગી હતી.

વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે દુકાનદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માગી હતી.

  • Share this:
મહેસાણામાં એસીબીએ જીઇબીના એક કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કર્મચારીએ પીડિત પાસેથી રૂપિયા એક હજાર રૂપિયા લાંચ તરીકે માગી હતી, જે અંગેની જાણ ACBને થતા છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા GEBમાં ફરજ બજાવતા કિરીટ સોલંકીએ એક દુકાનદાર પાસેથી રૂપિયા એક હજારની લાંચ માગી હતી. કિરીટે વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે દુકાનદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માગી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ નેશનલ હાઈવે પર ટ્રકમાંથી ઉડવા લાગી નોટો, લોકોએ લૂંટ્યા 68 લાખ

આ કામના ફરીયાદી મહેસાણા ખાતે પોતાની ઈલેક્ટ્રીક માલસામાન ઉત્પાદનની યુનિટ હોય અને સરકારની યોજના મુજબ ઈલેકટ્રીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતુ હોય તેવા યુનિટમાં વિદ્યુત શુલ્કમાં રાહત આપવામાં આવે છે જે વિદ્યુત શુલ્ક ઓછો કરવા માટેનો લાભ આપવા માટે આ કામના આક્ષેપિત દ્વારા ફરીયાદી પાસેથી રૂા.૧,૦૦૦/- ની લાંચની માંગણી કરતા આ લાંચ ફરીયાદીએ આરોપીને આપવી ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ કરતા તે આધારે એસીબીએ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી પાસે રૂા.૧,૦૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારતા રંગે હાથ ઝડપાયો છે.
First published: July 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading