Home /News /gujarat /

Gujarat Election 2022: પહેલીવાર ચૂંટણી કાર્ડ લેવાનું છે? તો આ ખાસ વાંચો

Gujarat Election 2022: પહેલીવાર ચૂંટણી કાર્ડ લેવાનું છે? તો આ ખાસ વાંચો

ચૂંટણીની પ્રતિકાત્મક તસવીર

Gujarat Election 2022: ૧લી ઓકટોબર,૨૦૨૨ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર નોંધણી કરાવી મતાધિકાર પ્રાપ્ત કરી શકશે રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ અન્વયે અંતિમ મતદારયાદી ૧૦મી ઓકટોબર-રરના રોજ પ્રસિધ્ધ થશે

ગાંધીનગર : ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ગુજરાત રાજ્ય (Gujarat Election) માટે મતદારયાદીમાં  (Election 2022) નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેની તા.૧લી ઓકટોબરના લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાર યાદીને અંતિમ કરવા માટે ઓકટોબર, ૨૦૨૨ની લચકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથેની મતદારયાદીને અંતિમ કરવા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે અન્વયે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓના ભાગરૂપે તા.૩૧-૭-૨૦૨૨ સુધીમાં મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુનઃ ગોઠવણી, મતદારોની વિગતોમાં પુનરાવર્તન દુર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ (lectors Photo Identity Card) સંબંધી પ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧૮-૨૦૨થી ૧૦-૮-૨૦૨૨ સુધી ફોર્મેટ ૧ થી ૮ ને તૈયાર કરવા તથા તા.૧-૧૦-૨૨ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણી અને સંકલિત મતદાર યાદીનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે
ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે તા. ૧૨-૮-૨૦૨૨ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ કરવામાં આવશે.

આ પણ વાંચો:  માતા કે કુમાતા : પરિણીતાએ પ્રેમીને પામવા છ વર્ષના દીકરાની કરી નાંખી હત્યા

તા.૧૨-૮-૨૦૨૨ થી ૧૧-૯-૨૦૨૨ સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે. આજ સમયગાળા દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા નક્કી કરાયેલા શનિવાર-રવિવારે આ પ્રકારના હક્ક-દાવા અને વાંધાના નિકાલ માટે ખાસ ઝુંબેશ ડાથ ધરવામાં આવશે. મતદારો દ્વારા રજૂ કરવામાં આવેલા ફ્ક-દાવા અને વાંધાઓનો તા.૨૬-૯-ર૦રર સુધીમાં નિકાલ કરવામાં આવશે. તા. ૧૩ ૧૦-ર૦રના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશેમતદારયાદી સુધારણા કાર્યક્રમ પૂર્વે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને તાલીમ અને ઓરિએન્ટેશન તથા બુથ લેવલ અધિકારીઓને નિમણૂક તા ૩૧-૭-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે.

આ પણ વાંચો: સુરતનો આરોપી લૂંટ કરીને રુપિયા પત્નીના ખાતામાં કરાવતો હતો જમા, આ રીતે ઝડપાયો

મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રવૃત્તિઓ ભારતના ચૂંટણી પંચની વખતોવખતની સૂચનાઓ અને નિર્દેશ પ્રમાણે તથા મતદારયાદી મેન્યુઅલ, ૨૦૧૬ અને મતદાન મથક, મેન્યુઅલ, ૨૦૨૦ પ્રમાણે અથ ધરવાની રહે છે. કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ (૧૯૫૦નો ૪૩મો)ની કલમ-૮માં મળેલી સત્તાની રૂએ મતદાર નોંધણી નિયમો ૧૯૬૦માં સુધારા અંગે તા.૧૭મી જૂન,૨૦૨૨ના જાહેરનામાં દ્વારા જરૂરી અધિસૂચના જારી કરવામાં આવી છે તે મુજબ મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં સુધારો કરવામાં આવતા હવે મતદાર નોંધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ તરીકે ઓળખાશે.

અલની મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદાર અથવા તો નવ સામેલ થનાર મતદારો માટે આધાર નંબર સ્વૈચ્છિક રીતે દાખલ કરવા તથા મતદાર તરીકે યાદીમાં સુધારા વધારા કરવા માટેના કોગ નં. ૬, ૭, ૮ માં સુધારો કરી નવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. જે ૧લી ઓગસ્ટ,૨૦૨૨થી લાગુ પડી મતદારો ફોર્મ- ૬બી ભરીને મતદારયાદીમાં આધાર નંબર ઉમેરી શકે છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉપરોક્ત નિયમોના નિયમમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નિયમ-રના પેટા નિયમ-એ મુજબ હવે મતદાર તરીકે નામ નોંધણી માટે વર્ષ દરમ્યાન ચાર જુદી-જુદી લાયકાતની તારીખો નક્કી કરવામાં આવી છે. એટલે કે, તા.૧લી જાન્યુઆરી, 1લી એપ્રિલ, લી જુલાઇ અને ૧લી ઓકટોબરના રોજ મતદાર તરીકેની યોગ્યતા ધરાવતા હોવ એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે અગાઉ વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે, ૧લી જાન્યુઆરીના દિવસની લાયકાત ધ્યાનમાં લેવાની રહેતી હતી,
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन