Home /News /gujarat /

ભાજપ-કોંગ્રેસને 2012માં કયા ઝોનમાં કેટલી મળી હતી બેઠક

ભાજપ-કોંગ્રેસને 2012માં કયા ઝોનમાં કેટલી મળી હતી બેઠક

ઉત્તરઝોનમાં 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આ બેઠકો પર બરોબરિયા સાબિત થયા હતા...

ઉત્તરઝોનમાં 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આ બેઠકો પર બરોબરિયા સાબિત થયા હતા...

સૌરાષ્ટ્ર
વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની તો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ 12 જિલ્લાનો સમાવેશ થાય છે. અને આ 12 જિલ્લામાં વિધાનસભાની કુલ 53 બેઠકો છે. 2012માં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ પ્રભાવી રહ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છની 53 બેઠકોમાંથી ભાજપે 39 બેઠકો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 13 બેઠકો આવી હતી. તો પોરબંદરની કુતિયાણા બેઠક જીતી એનસીપીએ પણ પોતાનું વજૂદ દર્શાવ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છ
પક્ષ                બેઠક
ભાજપ            39
કોંગ્રેસ            13
એનસીપી        1
કુલ                  53

ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાત. આ ઝોનમાં સમાવિષ્ટ છે કુલ છ જિલ્લાઓ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર એમ છ જિલ્લાઓની કુલ 32 વિધાનસભા બેઠકો ઉત્તર ઝોનમાં છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આ બેઠકો પર બરોબરિયા સાબિત થયા હતા. બનાસકાંઠાની 9માંથી 5 બેઠકો કોંગ્રેસને મળી હતી. તો ચાર બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા. પાટણની ચારમાંથી ત્રણ બેઠકો ભાજપને તો એક બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં 7માંથી ભાજપને 5 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી. બીજી તરફ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાળે 2-2 બેઠકો આવી હતી. તો અરવલ્લીની ત્રણેય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે મેદાન માર્યું હતુ. ગાંધીનગરમાં પણ કોંગ્રેસ પ્રભાવી રહી હતી. જિલ્લાની પાંચમાંથી ત્રણ બેઠકો જીતવામાં કોંગ્રેસ સફળ રહી હતી. જ્યારે બે બેઠકો ભાજપને ફાળે આવી હતી. એટલે કે 2012ની ચૂંટણીમાં ઉત્તર ઝોનમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 16 -16 બેઠકો મળી હતી.

ઉત્તર ગુજરાત
પક્ષ                  બેઠક
ભાજપ              16
કોંગ્રેસ               16
કુલ                     32

દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં પણ કુલ 6 જિલ્લાની 33 બેઠકો છે. જેમાંથી 26 બેઠકો જીતી ભાજપે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. તો કોંગ્રેસને માત્ર છ જ બેઠક મળી. ઝઘડિયાથી જેડીયુના છોટુ વસાવાએ જીતીને પોતાની હાજરી નોંધાવી હતી.

દક્ષિણ ગુજરાત
પક્ષ                 બેઠક
ભાજપ              26
કોંગ્રેસ                 6
જેડીયુ                  1
કુલ                    33

મધ્ય ગુજરાત
વાત કરીએ મધ્ય ગુજરાતની તો.. ગુજરાતના રાજકારણમાં મધ્ય ગુજરાત અત્યંત અગત્યનું છે. કારણ કે અહીં સૌથી વધુ 64 બેઠકો આવેલી છે. 2012ની ચૂંટણીમાં ભાજપે આ 64માંતી 42 બેઠકો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે મધ્ય ગુજરાતમાં માત્ર 21 બેઠકો જ આવી હતી. તો એનસીપીના જયંત બોસ્કીએ ઉમરેઠ બેઠક જીતી હતી.

મધ્ય ગુજરાત
પક્ષ                    બેઠક
ભાજપ               42
કોંગ્રેસ                21
એનસીપી            1
કુલ                     64
First published:

Tags: Central gujarat, Gujarat Assembly Election, Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, Gujarat Vidhan Sabha Chunav, Gujarat Vidhan Sabha Election, Kutch-Saurastra, ઉત્તર ગુજરાત, ગુજરાત ચૂંટણી, દક્ષિણ ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन