Home /News /gujarat /પાલનપુરના જગાણા મતગણતરી કેન્દ્ર પર WiFi પકડાતા વિવાદ

પાલનપુરના જગાણા મતગણતરી કેન્દ્ર પર WiFi પકડાતા વિવાદ

    આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે, તે પહેલા જ ફરીથી એકવાર ઈવીએમ હેકિંગને લઈને વિવાદ થતાં રહે છે.  તેવામાં જગાણા કેન્દ્ર પર વાઈફાઈની ક્નેક્ટિવિટી મળતા વિવાદનો કિસ્સો સામે આવ્યો છે.  કોંગ્રેસના ઉમેદવારનું કહેવું છે કે, વાઈફાઈ દ્વારા ઈવીએમને હેક કરવામાં આવી શકે છે.

    બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા જગાણાના મતગણતરી કેન્દ્ર પર ECO 10 નામનું વાઈફાઈની ક્નેક્ટિવિટીને લઈને મોડી રાત્રે વિવાદ થવા પામ્યો હતો. આને લઈને કોંગ્રેસના થરાદના ઉમેદવાર ડી.ડી રાજપૂતે અડધી રાત્રે એટલે કે, 1:45 કલાકે નાયબ કલેકટરને ટેલિફોન કર્યો હતો.

    આમ કોંગ્રેસ ઉમેદવારે અડધી રાત્રે નાયબ કલેકટરને ટેલિફોન કરતા વધારે વિવાદ ઉભો થયો હતો. આમ ECO 10 નામના વાઈફાઈના કારણે જગાણા મતગણતરી કેન્દ્ર પર આખી રાત ઘમાસાણ મચ્યો હતો. જોકે, નાયબ કલેકટરે આને લઈને શું નિવેદન આપ્યું હતું તે હજું સુધી જાણવા મળ્યું નથી.
    First published:

    Tags: Gujarat assembly election 2017, Gujarat Electioin 2017