Home /News /gujarat /

રાહુલે થરાદમાં કહ્યું- મોદીજી ક્યારેક તો ગુજરાતના ભવિષ્ય પર બોલો

રાહુલે થરાદમાં કહ્યું- મોદીજી ક્યારેક તો ગુજરાતના ભવિષ્ય પર બોલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી હાલમાં ઉત્તર ગુજરાતની ભૂમિમાં ફરી રહ્યાં છે. આજે એટલે કે, સોમવારે(11 ડિસેમ્બરે) કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠાના થરાદ ખાતે સભાને સંબોધી હતી. અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને પાકિસ્તાનના કનેક્શન પર નરેન્દ્ર મોદીએ ઉઠાવેલા સવાલો પર પણ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો. રાહુલે કહ્યું કે, "મોદીજીના ભાષણમાં ચીન, જાપાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનનો ઉલ્લેખ થઈ રહ્યો છે, પરંતુ ચૂંટણી ગુજરાતમાં થઈ રહી છે. મોદીજી ક્યારેક ગુજરાતના ભવિષ્ય પર પણ વાત કરો."

રાહુલે કહ્યું કે, અમિત શાહથી મોદી ડરે છે. આ જ કારણે તેઓ અમિત શાહના દીકરા જય શાહના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ નથી ઉઠાવી રહ્યા. ભ્રષ્ટાચારનો નાશ કરવાનો દાવો કરનારા મોદીએ હવે ભાષણોમાંથી ભ્રષ્ટાચાર શબ્દને જ ગાયબ કરી દીધો.

રાહુલે કહ્યું કે મોદીજી પોતાના ભાષણોમાં માત્ર બે જ વાતો કરે છે જેમાં તેઓ 50 ટકા કોંગ્રેસ પર વાત અને 50 ટકા વાત પોતાની જ કરે છે. જો તેમણે દેશમાંથી કોંગ્રેસને બાદ કરી નાખી છે તો ગુજરાતની ચૂંટણીમાં પોતાનો અડધો સમય કોંગ્રેસને કેમ આપી રહ્યા છે? મોદીજી ચૂંટણી ગુજરાતમાં છે, હું તમને અપીલ કરુ છુ કે બની શકો તો બે મિનિટ પોતાના ભાષણમાં ગુજરાતના ભવિષ્ય પર બોલો.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી અને અમિત શાહની જોડી મળીને ગુજરાતમાં માત્ર અમુક ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી રહ્યા છે. ગુજરાતમાં જે પણ થાય છે તે ઉદ્યોગપતિઓ માટે થઈ રહ્યું છે. મને લાગે છે કે મોદીજી ગુજરાત પર વાત નથી કરી શકતા કારણકે પાછલા 22 વર્ષોમાં તેમણે કંઈ કામ જ નથી કર્યું.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતમાં મફત દવા અને મફત ઓપરેશનની સુવિધા આપશે. રાહુલે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા અશોક ગહલોતે મફત દવા અને ઓપરેશનની શરૂઆત કરી હતી.
First published:

Tags: Assembly election 2017, BJP Vs Congress, Gujarat Election 2017, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

આગામી સમાચાર