Home /News /gujarat /

Doctors on strike: 10 હજાર તબીબોમાંથી 4 હજાર ડોક્ટરોએ હળતાળ સમેટી, ડ્યુટી પર પરત ફર્યા

Doctors on strike: 10 હજાર તબીબોમાંથી 4 હજાર ડોક્ટરોએ હળતાળ સમેટી, ડ્યુટી પર પરત ફર્યા

રાજ્યભરમાં સરકારી તબીબોની હડતાળનો (Gujarat Doctors on strike:) આજે પાંચમો દિવસ છે

Gujarat News: બેઝિક અને NPPA મહત્તમ મર્યાદા કેન્દ્ર સરકાર મુજબ 2,37,500 કરાઈ છે.

    ગાંધીનગર: રાજ્યભરમાં સરકારી તબીબોની હડતાળનો (Gujarat Doctors on strike:) આજે પાંચમો દિવસ છે. ત્યારે ગુજરાત સરકારે ડોક્ટરોની માંગણીઓ સંતોષવાનું આશ્વાસન આપ્યું છે. જે બાદ GIDA (ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન) દ્વારા હડતાળને સમેટી લેવામાં આવી છે. જ્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં તબીબો માંગ પર યથાવત છે. તબીબો હકની માંગ સાથે હડતાળ પર તેઓ મક્કમ છે. નોંધનીય છે કે, GIDA સાથે જોડાયેલા રાજ્યના 4 હજાર સરકારી તબીબો ફરજ પર પરત જોડાયા છે. રાજ્યના GMTA, GIDA, સરકારી ક્લાસ 1, 2, મેડિકલ ડોકટરો સહિત કુલ 10 હજાર જેટલા તબીબો આ હડતાળમાં જોડાયા હતા.

    શું છે તબીબોની માંગ?

    હડતાળ પર ઉતરેલા તબીબોના કહ્યા પ્રમાણે, સરકારે તબીબોની માંગણીઓ ઉકેલવા માટે ખાતરી આપી હતી, છતાં આજ દિન સુધી સરકારે તેનો અમલ કર્યો નથી. તબીબોએ એક જ મુદ્દા ને લઈને ત્રણ વખત હડતાળ પાડવામાં આવી હતી. તબીબોની માંગમાં કેન્દ્રના પગાર ધોરણ મુજબ લાભ આપવો, છેલ્લા 12 વર્ષથી બઢતી આપવામાં આવી નથી જેથી બઢતી આપવામાં આવે, સરકારી મેડિકલ કોલેજમાં હાલ 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તથા જૂની પેન્શન યોજના લાગુ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડોક્ટરો આ મામલે 4 એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા હતા.

    આ પણ વાંચો - જામનગરમાં પણ નશાનો કારોબાર! બે લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયા

    રાજ્ય સરકારનુો હકારાત્મક અભિગમ

    રાજ્ય સરકારે ડોક્ટરોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યુ છે કે, 1 જૂન 2019થી 20 ટકા NPPA ચુકવવામાં આવશે. એરિયર્સની 5 સરખા તબક્કામાં ચુકવણી કરવામાં આવશે. બેઝિક અને NPPA મહત્તમ મર્યાદા કેન્દ્ર સરકાર મુજબ 2,37,500 કરાઈ છે. વર્ગ 1 ના કરાર આધારિત માસિક ફિક્સ વેતન 84,000થી વધારીને 95,000 કરવામાં આવી છે. કરાર આધારિત MBBSમાં માસિક વેતન 63,000 વધારીને 75,000 કર્યું છે. સેવા વર્ગ 1 ના તબીબોને 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ પણ જાહેર કરવામાં આવ્યો છે.

    રાજ્ય સરકારના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ દ્વારા ડોક્ટરની પડતર માંગમાંથી અનેક માંગ સ્વીકારવામાં આવી છે. જ્યારે અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમુક માંગણીઓનો હજી સરકાર સાથે ચર્ચા વિચારણા હેઠળ છે. ત્યારે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા છે તે બાબતે ડોક્ટર્સ તમામ માંગ રાજ્ય સરકારે જ સ્વીકારી છે. તે લેખિતમાં જાહેર કરે તેવી પણ માંગ હડતાળ પર ઉતરેલા ડોક્ટરો કરી રહ્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગાંધીનગર, ગુજરાત, હડતાળ

    આગામી સમાચાર