Home /News /gujarat /ગુજરાતના આ ગામડાઓમાં અલગ અંદાજમાં ઉજવાય છે દિવાળી, એકબીજા પર ફેંકે છે રોકેટ

ગુજરાતના આ ગામડાઓમાં અલગ અંદાજમાં ઉજવાય છે દિવાળી, એકબીજા પર ફેંકે છે રોકેટ

ઇંગોરિયા યુદ્ધ

રાજ્યમાં દિવાળીની ઉજવણી કરવાની અનેક રસપ્રદ પરંપરાઓ (traditional Diwali celebration) છે. જે અંગે કદાચ શહેરોમાં રહેતા માણસો જાણતા જ નહીં હોય

અરવલ્લી: ગુજરાતમાં (Gujarat) સામાન્ય રીતે ફટાકડા ફોડીને લોકો દિવાળીના (Diwali celebration in Gujarat) પર્વની ઉજવણી કરતા હોય છે. પરંતુ રાજ્યમાં દિવાળીની ઉજવણી કરવાની અનેક રસપ્રદ પરંપરાઓ (traditional Diwali celebration) છે. જે અંગે કદાચ શહેરોમાં રહેતા માણસો જાણતા જ નહીં હોય. તો આજે આપણે રાજ્યની આવી જ કેટલીક રસપ્રદ પરંપરાઓ (Intresting Diwali celebration in Gujarat) અંગે જાણીએ.

દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકીને થાય છે ઉજવણી

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 100 વર્ષથી દિવાળીની રાત્રીએ પારંપારિક યુદ્ધ છેડાય છે. આ યુદ્ધને ઈંગોરિયાના યુદ્ધ તરીકે ઓખળવામાં આવે છે. અમરેલી જિલ્લામાં સાવર અને કુંડલા બે ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે. વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી અનોખી ઉજવણીની શરૂઆત કરી હતી, જે પરંપરા આજે 70 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવે છે. ઈંગોરિયા યુદ્ધ ખેલવા માટે યુવાનો દિવાળીની રાતની રાહ જોતા હોય છે. ઈંગોરિયા બનાવતા કારીગરો એક મહિના પહેલાંથી જ ઈંગોરિયા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. આ યુદ્ધ દરમિયાન હજુ સુધી ક્યારેય કોઈને ઇજા પહોંચી નથી. લોકો એકબીજાને પ્રેમભાવ અને લાગણીપૂર્વક ઈંગોરિયા ફેંકી રમતની મજા માણે છે.

ઈંગોરિયા એટલે શું?

ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય.

ઈંગોરિયા


ઢોરના શીંગડાં લાલ કરીને ફટાકડા ફોડવામાં આવે છે

મેઘરજ તાલુકાના ગામડાઓમાં ફટાકડા ફોડીને ગાયો ભડકાવીને નવા વર્ષને વધાવવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. પારંપરિક ઉજવણીના ભાગરૂપે ઢોરના શિંગડાં લાલ રંગની રમચીથી રંગે છે. બાદ ગામના પાદરે ગાયો ભેગી કરીને સાંજના સમયે ફટાકડા ફોડાય છે. જેથી દોડતી ગાયોમાં જે ગાય આગળ દોડે અને નક્કી કરેલી સીમાને આળંગી જાય અને જે ગાય પ્રથમ આવે તે ગાયના માલિકનું સન્માન કરવામમાં આવે છે.



આ ગામમાં લોકો વચ્ચે જામે છે રોકેટ યુદ્ધ

સિદ્ધપુરમાં પણ દિવાળી અને બેસતાવર્ષને અનોખી રીતે ઉજવવામાં આવે છે. આ બે દિવસોમાં લોકો રોકેટ યુદ્ધ રમે છે. બેસતા વર્શે મહાડમાંથી નીકળકી સિદ્ધનાથ મહાદવની સવારી સમગ્ર ગામમાં ફરીને પરત નિશાળ ચકલે ફરે છે. ત્યારે ગામના યુવાનો એકબીજા પર રોકેટ નાંખીને સામસામે રોકેટ યુદ્ધ રમે છે. આ યુદ્ધ વર્ષોથી ચાલી આવતું છે, જેને જોવાની પણ મઝા આવે છે.
First published:

Tags: Diwali, Diwali 2021, ગુજરાત