અમદાવાદ: આજે આપણે એક એવા બાહોશ IPS અધિકારીની (IPS Officers) વાત કરીશુ, જેના નામ માત્રથી ગુનેગારો ફફડે છે. શેખચલ્લીના વિચારોમાં રાચતા અને પોલીસને ગુમરાહ કરવાના પ્રયાસ કરતા ભલાભલા આરોપીઓએ આચરેલા ગુનાઓને જેઓ ગણતરીના દિવસોમાં ઉકેલી જાણે છે. ગુનેગારો તેમની ઘટનાને અંજામ આપે તે પહેલા જ જેલના સળિયા પાછળ ધકેલી દેવાની જેમની તાકાત છે અને ગુજરાતના પોલીસ બેડામાં જેમનો દબદબો છે, તેવા IPS અધિકારી (IPS officer Himanshu Shukla) હિમાંશુ શુકલાની.
આમ તો હિમાંશુ શુકલાના કોઈને કોઈ કેસને લઈને ચર્ચામાં રહેતા જ હોય છે પણ હાલમાં તેઓ વધુ ચર્ચામાં છે તેનું કારણ છે ગુજરાતની સેવા કરતા આ રક્ષકને હવે દેશની સેવા કરવાની ઉત્તમ તક મળી છે. ગુજરાત ATSમાં DIG તરીકે ફરજ બજાવતા હિમાંશુ શુકલા હવે ટુંક સમયમાં દેશની સૌથી મોટી જાસૂસી સંસ્થા RAWમાં સેવા આપવા જશે. હિમાંશુ શુકલા આજે ગુજરાતભરમાં જાણીતું નામ બની ગયુ છે. આ નામ તેમણે કરેલી પ્રશંસનીય કામગીરીના કારણે થયું છે.
ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા કરી હતી પાસ
મૂળ મધ્યપ્રદેશના રિવાના રહેવાસી હિમાંશુ શુકલા 2005ની બેંચના IPS અધિકારી છે, બિટેક ઈલેકિટ્રકલ એન્ડ ઈસીમાં અભ્યાસ કરનાર અને એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા હિમાંશુ શુકલાએ ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષાના બીજા પ્રયાસમાં તેઓ 54માં રેન્કે પાસ થયા હતા. જેઓ 54માં રેન્ક સાથે IAS માટે સિલેકટ થયા હોવા છતાં તેમણે IPSમાં જવાનું પસંદ કર્યુ. વર્ષ 2005થી લઈને અત્યાર સૂધી એટલે કે અમદાવાદના DCPથી લઈને ATSના DIG સુધીની સફરમાં તેમણે અસંખ્યા ગુનાઓને માત્ર ઉકેલ્યા નથી પણ અનેક ગુના બનતા પણ અટકાવ્યા છે.
કોણ છે હિમાંશુ શુકલા?
મૂળ મધ્યપ્રદેશના રિવાના રહેવાસી 2005ની બેંચના IPS અધિકારીબિટેક ઈલેકિટ્રકલ એન્ડ ઈસીનો અભ્યાસ એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કર્યુ.સિવિલ સર્વિસની પરીક્ષાના બીજા પ્રયાસમાં 54માં રેન્કે પાસ થયા હતા. IAS માટે સિલેકટ થયા હોવા છતાં તેમણે IPSમાં જવાનું પસંદ કર્યુ. ટેકનોસેવી અને ટેકનોલોજીની તેમની વ્યાપક સમજણના આધારે હિમાંશુ શુકલાએ અનેક ગુનાઓ ઉકેલ્યા છે. માત્ર આતંકીઓ જ નહી પણ ડ્રગ ડિલર અને ડ્રગ માફિયાઓની પણ તેમણે કમર તોડી નાંખી છે. ગુજરાતના કોઈપણ કેસનો ઉકેલ ન આવે તો તે ગુનાની તપાસ સરકાર હિમાંશુ શુકલાને સોંપવામાં આવે છે.
હિમાંશુ શુકલાએ અત્યાર સૂધીમાં બહુચર્ચિત રહેલા હિન્દુ સમાજવાદી પાર્ટીના લિડર કમલેશ તિવારી હત્યા કેસ, ભરૂચ ડબલ મર્ડર કેસ, 2008નો અમદાવાદનો સિરિયલ બ્લાસ્ટ કેસ, ગોધરા બાદ થયેલા રમખાણોના કેસ, ગુલબર્ગ હત્યાકાંડ, નરોડા પાટિયા કેસ અને નરોડા ગામ કેસ સહિતના કેસ ઉકેલવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. એટલું જ નહી પરંતુ, ISIS સાથેના આંતકી સંગઠન સાથે સંકળાયેલા આરોપીને પકડવાનો હોય કે ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે અમદાવાદ આવેલા આરોપીઓને પકડવાની વાત હોય હિમાંશુ શુકલા તેમા પણ સફળ રહ્યાં છે.
આરોપીઓ હત્યાને અંજામ આપે તે પહેલા જ તેમને ડબોચી લીધા હતા. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના દરિયાને ડ્રગ માફિયાઓએ જાણે બાનમાં લીધો હોય તેમ ડ્રગની હેરફેર વધારી દીધી હતી. ગુજરાતના દરિયામાં પણ પહોંચીને ડ્રગ ઝડપી ડ્રગ માફિયાઓની કમર તોડવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. તો રાજયના પાટનગર ગાંધીનગરના બહુચર્ચિત સિરિયલ કિલરને ગણતરીના દિવસોમાં જ ઝડપી પ્રજાનો ડર દૂર કર્યો હતો. એવો સિરિયલ કિલર જે વેશ બદલીને આવતો અને હત્યા કરી લૂંટ કરી ફરાર થઈ જતો હતો, આ તો માત્ર ગણતરીના કેસો જ છે, પણ તેમણે ઉકેલેલા ગુનાઓનું લિસ્ટ બહુ લાંબુ છે.
એક એવા બાહોશ IPS અધિકારીની, જેના નામ માત્રથી ગુનેગારો ફફડે છે, શેખચલ્લીના વિચારોમાં રાચતા અને પોલીસને ગુમરાહ કરવાના પ્રયાસ કરતા ભલાભલા આરોપીઓએ આચરેલા ગુનાઓને જેઓ ગણતરીના દિવસોમાં ઉકેલી જાણે છે pic.twitter.com/gpffhuDeIQ
આવા બાહોશ અધિકારી હવે ગુજરાતમાંથી વિદાય લઈને દેશની મહત્વની જાસૂસી સંસ્થા રોમાં ફરજ બજાવશે. ત્યારે એક વાત ચોકકસ કહી શકાય કે તેમની જગ્યા ભરવી રાજય સરકાર માટે પણ પડકારજનક રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર