Gujarat DA increase: પાટણ: રાષ્ટ્રીય પર્વો રાજ્યના (Gujarat Day 2022) પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લામાં આજે 1લી મે- ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પાટણ (Patan) જિલ્લાના નાગરિકોને 369 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ સાથે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, પહેલી એપ્રિલની અસરથી રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA increase) 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
1 જુલાઇ 2021ની અસરથી મોંઘવારી ભથ્થામાં વધારો
પાટણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય સરકારના કર્મીઓ માટે મોટી જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ, પેન્શનર્સ સહિત 9 લાખ જેટલા કર્મચારીઓને 1 જુલાઇ 2021ની અસરથી મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ મળી છે. આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે. તેના પગલે પાટણ જિલ્લાના ચાર તાલુકા સહિત કાંકરેજ તાલુકના ખાતમુહૂર્ત નાગરિકોને પણ પાણીના કામોની વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના 3.22 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે.
આજે પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન, પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થવાનો છે. દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10,000 વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળશે. રૂ 6450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો જેમાં 39 ગામોની 1,32,351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ મળવાની છે.
Live: ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે પાટણ જિલ્લામાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત. https://t.co/zMe5gcpCfo
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો 26,435.95 લાખના ખર્ચે થવાના છે. બાલીસણા, અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થશે. મહિલા અને બાળ વિકાસના રૂ 21 લાખના ખર્ચે 03 કામોના આંગણવાડી મકાનોના ખાતમુર્હુત કરવામાં આવ્યુ છે. જેનાથી 03 ગામોની 379 બાળકને પૌષ્ટીક આહાર મળી રહેશે. સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ 96 લાખના ખર્ચે 01 કામનું ખાતમુર્હુત થનાર છે જેનાથી 2050 સિધ્ધપુરવાસીઓને ફાયદો થશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર