ગુજકોસ્ટ દ્વારા બાળકોમાં રચનાત્મક ગુણો વિકસાવવા ઇ-સમર કેમ્પનું આયોજન

ગુજકોસ્ટ દ્વારા બાળકોમાં રચનાત્મક ગુણો વિકસાવવા ઇ-સમર કેમ્પનું આયોજન
પ્રતિકાત્મક તસવીર

તા. 18, 25 અને 29 જૂનના રોજ ઇ-સમર કેમ્પ યોજાશે, ગુજકોસ્ટની વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

  • Share this:
ગાંધીનગર : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા બાળકોમાં સર્જનાત્મક તથા વિશ્લેષણાત્મક ગુણો વિકસાવવા લર્નીંગ લીંક્સ ફાઉન્ડેશનના સહયોગથી આગામી તા. 18, 25 તથા 29 જૂનના રોજ ઇ-સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈ-સમર કેમ્પમાં જોડાવવા માટે ગુજકોસ્ટની વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. બાળકો માટે આ ઇ-સમર કેમ્પ ઓનલાઈન ગેમિંગ ટૂલ્સ શીખવાની અને ગેમ પ્લેયરને બદલે ગેમ મેકર બનવાની શ્રેષ્ઠ તક છે.

ઉનાળુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને કંઈક નવું શીખવા આતુર હોય છે. સંગીત, ખેલ કૂદ, ટ્રેકીંગ જેવી આઉટડોર પ્રવૃત્તિઓનું આકર્ષણ કંઈક અલગ જ હોય છે. પરંતુ કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમર કેમ્પનું આયોજન શક્ય બન્યુ નથી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા બાળકો ઘેર બેઠા વર્ચ્યુઅલ સમર કેમ્પમાં જોડાઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 38 દર્દીના મોત

વિદ્યાર્થીઓમાં કોમ્પ્યૂટર ગેમીંગ ખુબ જ પ્રચલીત હોય છે અને કલાકો સુધી બાળકો કોમ્પ્યુટર, મોબાઈલ ગેમીંગમાં મગ્ન રહેતા હોય છે. આ ગેઇમ કેવી રીતે ડિઝાઈન થાય છે, તેના ગ્રાફિક્સ વિઝ્યુઅલ અને ઓડીયો ફીચર કેવી રીતે ગેઇમને વર્ચ્યુઅલમાંથી રીયલ બનાવે છે એ જાણવું ખુબ જ રસપ્રદ છે ત્યારે આ સમર કેમ્પમાં બાળકોને કેવી રીતે પોતાની ગેઈમ ડિઝાઈન ઓનલાઈન ગેમીંગ પ્લેટફોર્મ “પ્લાનેટ કોડ” પરથી કરવી એ અંગે જાણકારી આપવામાં આવશે.

આ કેમ્પ દ્વારા બાળકોમાં સર્જનશક્તિ, રચનાત્મક વિચાર તથા સમસ્યા નિવારણ પ્રત્યે વિશ્લેષણાત્મક વલણ જેવા ગુણો ઉભરશે.
આ ઈ-સમર કેમ્પમાં બાળકોને પ્રાથમિક તબક્કામાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ટકાઉ વિકાસ લક્ષ્ય(UN SDG)-13 ક્લાઈમેટ એકશનના ગ્લોબલ વૉર્મિંગ, જળચર સૃષ્ટિની જાળવણી, ઓઝોન સ્તર જેવા વિવિધ વિષયો પર માહિતી આપી પ્રાથમિક કક્ષાનુ કોડિંગ શીખવવામાં આવશે. જયારે બીજા તબક્કામાં બહુ આયામી ખ્યાલને ડિઝાઇન કરી કેવી રીતે એકબીજા સાથે જોડી શકાય આ અંગે માહિતી આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને UN SDG-3 એટલે કે ગુડ હેલ્થ વેલ બેઇંગ અંગે સજાગ કરાશે.

આ ઈ-સમર કેમ્પમાં બાળકોને એડવાન્સ લેવલ પર ડિજિટલ પ્રોગ્રામિંગ અંગે બીજા લોકોને શિક્ષિત કરવાથી માંડીને જટીલ પ્રોગ્રામિંગ દ્વારા વાસ્તવિક સમસ્યાનું સમાધાન શોધવાની સમજણ આપવામાં આવશે. આ તબક્કામાં વિદ્યાર્થીઓ જૈવ વિવિધતા, પોષણ શૃંખલા જેવા વિષયો જે UN SDG-15 લાઈફ ઓન લેન્ડને સંલગ્ન છે એ અંગે જાણકારી આપવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:June 11, 2020, 23:06 pm

ટૉપ ન્યૂઝ